Abtak Media Google News

ધ્રોલ નગરપાલિકામાં ભારેખમ વેરા બોજ મુદ્દે ઉકળતો ચરૂ

પ્રજાને ભારે વેરા બોજથી બચાવવા માટે શાસકોની શાન ઠેકાણે લાવવા હિન્દુ સેના દ્વારા લોકલડતનો લલકાર

ધ્રોલ નગરપાલિકામાં શાસકો પ્રજા વિરોધી વલણ અપનાવતા હોય તેમ રાજયમાં કયાંય વેરો નહીં તેટલો વેરો પ્રજા પાસેથી ઉઘરાવવાના મુદ્દે હિન્દુ સેનાએ પ્રજાહિતમાં મેદાનમાં ઉતર્યા છે. આ અંગે અબતક સાથે વિપક્ષના નેતા કલ્પેશભાઈ હડિયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના શાસકો મનમાની કરે છે. પ્રજાને વેરાથી ચુસવામાં કોઈ કસર રાખતી નથી. શહેરમાં મોબાઈલ ટાવરો અને હોર્ડિંગનાં ચડત બીલની ઉઘરાણી કરવામાં તંત્ર લાજ કાઢે છે અને પ્રજાને ભારે વેરા બોજ હેઠળ કચડે છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકાના અધિકારીઓ પણ શાસકોની જીહજુરી કરતા હોય તેમ જનરલ બોર્ડમાં કયારેય પત્રકારોને એલાવ કરતા નથી અને 6 મહિના પહેલા ભરાયેલું જનરલ બોર્ડની હજી કોઈ નગરસેવકોને પણ મીનીટ બુક મળી નથી. મીનીટ બુક ન આપવી તે મનમાનીનું એક મોટું ઉદાહરણ છે.

વિરોધ પક્ષ વારંવાર પ્રજાલક્ષી અભિગમ સાથે ઠરાવોમાં સુધારા માટેની માંગ કરે છે પરંતુ પાલિકાના શાસકો બહુમતીના જોરે ધાર્યું કરતા હોવાના આક્ષેપ સામે આવ્યા છે. શાસક પક્ષ દ્વારા મનમાની ચલાવવામાં આવે છે. હિન્દુ સેનાએ પ્રજાવતી નગરપાલિકાના શાસકોને સુશાસન માટે હિમાયત કરી હતી અને અનેક રજુઆતો છતાં શાસકોના પેટમાં પાણી નથી હલ્યું ત્યારે ભારે વેરા બોજના લીધે હિન્દુ સેનાએ આંદોલનનું એલાન કર્યું છે. ધ્રોલની પ્રજાને આકરા કરવેરા અને અન્ય રીતે લૂંટવાનું બંધ નહી કરાય તો હિન્દુ સેનાએ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી છે. ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઇ મહેતાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી જણાવાયું છે કે ધ્રોલ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ધ્રોલ પાલિકાની ચુંટાયેલ બોડી દ્વારા તથા તેમના મળતીયા અધિકારીઓની મીલીભગતથી પ્રજાને લુંટવા પોતાના માટે મોટા મોટા કમીશનો દલાલી ખાવા માટે અને પ્રજાના પૈસા તાગડ ધીન્ના કરાવાના પ્રયાસો કરાય છે. જેને ધ્રોલ હિન્દુ સેના કડક અને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

ગુજરાત રાજયમાં ધ્રોલ જેવી  56 નગર  પાલિકાઓ આવેલ છે. તેમને કયાંય પણ ધ્રોલ નગરપાલિકા જેવા ઠરાવો કરીને પ્રજાને લુંટી નથી. પણ ધ્રોલ નગરપાલિકા ચી ચુંટાયેલ આખી બોડી અને તેમના મળતીયાઓ દ્વારા અલગ અલગ ઠરાવો કરીને પ્રજા  ઉપર કમ્મતોડ વેરો નાખવામાં ઠરાવો પાસ કરાવી એ ડમી અધિકારીઓએ મોટા કમીશનની લાલચે પ્રજાના હિતનું વગર વિચાર્યે ઠરાવો મઁજુર પણ કરી દીધા છે.પ્રજા વેરા ભરવામાં થોડીક ઠીલાશ કરે તો સત્તાધીશો વેરા ઉપર કાયદામાં કે ભારતીય સંવિધાનમાં કયાંય જોગવાઇ નથી તેવા મનધડત ઠરાવો કરીને વેરા ઉપર પણ વ્યાજ વસુલાત કરવામાં આવે છે. દસ્તાવેજમા નામ ફેરફાર કરવા માટે એક ટકા વેરો ઉધરાવવાનો જે ઠરાવ થયેલ છે. જંત્રી મુજબ જે પણ પ્રજાને લુંટતી બોડીએ મન ધડત ઠરાવો કર્યા છે. જે જંત્રીની રકમ અરજદાર કાયદેસરની સરકારમાં ભરીને જ દસ્તાવેજ કરાવતી હોવા છતાં, ધ્રોલ પાલિકા કમાણી કરી લેવામાં હેતુથી બળજબરીથી વસુલાત કરી રહ્યા છે. પાલિકા ફતવાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રાજયની એક માત્ર પક્ષકારો કરવેરા વધારાના ઠરાવ કર્યા છે.ધ્રોલ ગામ આર્થિક પછાતની કેટેગરીમાં હોવાથી કમ્મરતોડ વેરા શહેરીની જનતા ભરી શકે તેમ નથી., શહેરમાં કયાંય એવા મોટા મોટા ઉઘોગો નથી જેથી શહેરની જનતા આવા કમ્મરતોડ વેરા ભરી શકે તેમ નથી. લોકડાઉન કોવિડ 19 જેવી મહામારી જેવા રોગમાંથી જાહેર જનતા માંડ માંડ ઉગરી આવેલ છે. કામ ધંધા રોજગાર પણ સઁપૂર્ણ નહિવત બંધ હાલતમાં છે. જેથી જનતા આવા કમ્મરતોડ વેરા ભરી શકે તેમ નથી. ધ્રોલ પાલિકા પોતાના મનધડત ઠરાવો નહી રદ કરે તો ધ્રોલ હિન્દુ સેના દ્વારા ઉગ આંદોલનો કરી પ્રજાનો અવાજ સરકારના કાન સુધી પહોચાડશે.એક મહિનામાં ધ્રોલ નગરપાલિકા કચેરી દ્વારા લેખીતમાં ઠરાવો રદ કર્યાની જાણ કરી કરે તો હિન્દુ સેના દ્વારા આખું ધ્રોલ શહેર જયાં સુધી ઠરાવો રદ નહી થાય ત્યાં સુધી સજજડ બંધનો એલાન આપશે. ધ્રોલ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરાશે. અને ઉગ્ર કાર્યક્રમો કરશે. તેવી હિન્દુ સેનાએ ચીમકી આપી છે. પાલિકા અને ચુંટાયેલા બોડી દ્વારા થયેલ ઠરાવો રદ કરવા અને હિન્દુ સેના ને લેખીતમાં જાણ કરવા જણાવાયું છે. ધ્રોલ નગરપાલિકાના શાસકો દ્વારા પ્રજાને ભારે વેરા બોજનો ડોઝ આપવામાં આવે છે. આ મુદ્દે ભારે રાજકીય ગરમાવો ઉઠયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.