Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિની ધાર્મિક પરંપરા મુજબ વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. તેવી જ રીતે જાપાનમાં ફેંગશુઇનું મહત્વ છે, એ પણ વાસ્તુશાસ્ત્ર દર્શાવે છે. ફેંગશુઇ મુજબ વાંસના છોડને શુભ સૌભાગ્યવંતુ અને લાંબી ઉંમરનું પ્રતિક માનવામાં આવે છે.

વાંસનો આ અદ્ભૂત છોડ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે, આ સાથે તે પોતાની આજુ-બાજુના વાતાવરણને પણ શુધ્ધ કરે છે તેથી તેને ઘરમાં લગાવવો જોઇએ તો આજે આપણે તેની સાથે જોડાયેલી કેટલીક ટીપ્સ વિશે વાત કરીશું.

 

  1. વાંસનો છોડ ત્યાં લગાવવું જોઇએ જ્યાં પરિવારના દરેક સભ્યો સાથે બેસતા હોય વાંસના છોડને પૂર્વ દિશામાં મુકવુ એ શુભ મનાય છે. જેથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ જળવાઇ રહે છે.
  2. લીલા વાંસનું કુંડુ અથવા છોડ ઘર અથવા ઓફિસમાં જ્યાં પણ મૂકીએ, ત્યાં કલહ-કલેશ નથી થતો.
  3. ફેંગશુઇ મુજબ વાંસને ઘર અથવા ઓફિસમાં મૂકવાથી સમૃધ્ધિ, સ્વાસ્થ્ય અને સકારાત્મક ઉર્જા મળે છે.
  4. ઘરમાં આર્થિક સમૃધ્ધિ અને સુખ-શાંતિ માટે વાંસના છોડને મુકવાની સૌથી સારી દિશા પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશા હોય છે.
  5. જીવનમાં ધનની ઉણપ ક્યારેય ન અનુભવાય તે માટે વાંસના 6 છોડવા રાખવા લાભદાયી છે. જે ધનને આકર્ષિત કરે છે.
  6. પતિ-પત્નિ વચ્ચે મધુરતા જળવાઇ રહે તે માટે લાલ રીબીનમાં લપેટવામાં આવેલા બે વાંસના છોડવાનો પ્રયોગ શુભ માનવામાં આવે છે.
  7. શિક્ષણની દ્રષ્ટિએ સુંદર ઉપલબ્ધિ, રચનાત્મકતા અને લેખનશૈલી સુંદર બનાવવા વાંસના બંચનો પ્રયોગ કરવો એ શુભ માનવામાં આવે છે. તેથી બાળકોના સ્ટડી રૂમ અથવા સ્થળ પાસે વાંસના નાનકડા છોડોને લગાવવા અત્યંત શુભ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.