Abtak Media Google News

આપણા દેશમાં ધાર્મિક બાબતોને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ બ્રહ્મવૈયર્ત પુરાણોમાં પૂજા પાઠ સાથે સંબંધિત ૮ એવી વસ્તુઓ વિશે વર્ણવવામાં આવ્યું છે. જેને સીધી જમીન પર ન મુકવી જોઇએ. બ્રહ્મવૈયર્તપુરાણ એ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણમાં ચારખંડ છે. જેમાં પ્રથમ બ્રહ્મ ખંડ, બીજો પ્રકૃતિ ખંડ, ત્રીજો ગણપતિ ખંડ અને ચોથો શ્રીકૃષ્ણ જન્મ ખંડ છે. આ પુરાણમાં પુજા-પાઠ અને સુખી જીવન માટે કેટલાક ખાસ સુત્ર બતાવ્યા છે. જેના મુજબ કોઇપણ પુજા કર્મમાં કંઇ કંઇ વસ્તુઓ સીધી જમીન પર ન મુકવી જોઇએ.

– દીવો : દીવો સીધે સીધો જમીન પર ન મુકવો જોઇએ તેની નીચે થોડા ચોખા કે પછી લાકડીના બાજટ પર દીવો મુકવો જોઇએ.

– શાલિગ્રામ : શાલિગ્રામને સ્વચ્છ રેશમીના કપડા પર મુકવો જોઇએ.

– સોપારી : સોપારીને પુજામાં હમેંશા સિક્કાની ઉપર મુકવી જોઇએ.

– મણિ : જો તમે મણિ કે રત્ન પુજામાં મુકવા માગતા હોય તો તેને કોઇ સ્વચ્છ કપડા પર મુકવા.

– જનોઇ (યજ્ઞોપવિત) : જનોઇ દેવતાઓને મુખ્ય રીતે અર્પિત કરવામાં આવે છે તેથી તેને સ્વચ્છ કપડા પર મુકવી જોઇએ.

– વસ્ત્ર-આભુષણ : વસ્ત્ર અને આભુષણ જમીન પર ન મુકવા જોઇએ. કારણ કે જમીન પર મુકવાથી તે ગંદા થઇ જાય છે. ભગવાનને હમેંશા પવિત્ર વસ્ત્ર જ અર્પણ કરવા જોઇએ.

– મૂર્તિ : સોના-ચાંદી કે લાકડાના સિંહાસન કે બાજટ પર થોડા ચોખા મુકીને તેના પર મૂર્તિ સ્થાપિત કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

– શંખ : શંખને લાકડીને બાજટ પર કે સ્વચ્છ કપડા પર મુકવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.