Abtak Media Google News

વ્હોટ્સએપ ભારતમાં સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ચુકી છે. તેથી સિક્યુરીટી ફર્મ્સ તેની સુરક્ષાને લઈને સ્ટડી કરતી રહે છે. એક એવી જ સિક્યુરીટી કંપની પ્રેટોરીએન અનુસાર, વ્હોટ્સએપ બિલકુલ સુરક્ષિત નથી. કારણ કે, હેકર્સ ઘણી જ સરળતાથી હેક કરીને કોઈ પણ યૂઝરનો ડેટા ચોરી શકે છે.

આ રીતે વ્હોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે હેક

  • કોઈ પણ વ્યક્તિનાં માત્ર મોબાઈલ નંબરની જાણ હોય.
  • ફોનનો ઇએમઆઈ નંબર ખબર હોય.
    વ્હોટ્સએપનો ઉપયોગ વાઈ-ફાઈ ઈન્ટરનેટથી કરવા પર.
  • ઉપરોક્ત કારણોથી હેકર્સ કોઈ પણ વ્યક્તિનું વ્હોટ્સએપ એકાઉન્ટ સરળતાથી હેક કરી શકો છો.

વ્હોટ્સએપ એકાઉન્ટ સુરક્ષિત રાખવાના ઉપાય :

પોતાનાં વાઈ-ફાઈનો જ ઉપયોગ કરીને વ્હોટ્સએપનો ઉપયોગ કરો.

  •  રાઉટરની પાસવર્ડ થોડા થોડા સમયે બદલતા રહો.પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ ન કરો.
    કોઈ પણ અપરિચિત નંબરને બ્લોક કરો.

    વ્હોટ્સએપે નવું offline ફીચર એડ કર્યું છે, જે યૂઝર્સને સ્માર્ટફોનમાં નેટવર્ક વગર અથવા તો ઈન્ટરનેટ વગર          પણ મેસેજ મોકલવાની સુવિધા આપે છે. વ્હોટ્સએપનાં લેટેસ્ટ iOS અપડેટમાં મેસેજને queue up કરવાની        સુવિધા આપવામાં આવી છે. આ પ્રકારનું ફીચર ફેસબુક મેસેન્જર અને ઈમેઈલ પહેલાથી આપવામાં આવ્યું છે.તે      સિવાય નવા અપડેટમાં એપને નવી રીતે તૈયાર કરવામાં આવી છે, જેથી સ્ટોરેજને સારી રીતે મેનેજ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.