Abtak Media Google News

દિલ્હી બાદ કોલકતા એરપોર્ટ પર નેટના લોચાના કારણે મોટાભાગની કામગીરી ઠપ્પ થઈ જતા અફડાતફડી સર્જાય: હજારો મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા

દેશના નાગરીક ઉડ્યન ક્ષેત્રની માઠી બેઠી હોય તેમ એક તરફ જેટએરવેઝ એવી મહાકાય વિમાન સેવા કંપની નાદારીના ખાડામાં ગરકાવ થઇ ગઈ છે. બીજી તરફ દેશમાં વધતી જતી વિમાની સવલતોનાં વપરાશની તીવ્ર માંગ હોવા છતા દેશનું આંતરીક નાગરીક ઉડ્ડયનક્ષેત્રે સુદ્દઢ બનવાને બદલે દિવસે દિવસે કથડતુ જતુ હોય તેમ અવ્યવસ્થા અને મીસમેનેજમેન્ટના કારણે મુસાફરોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તાજેતરમાં જ કોલકતા એરપોર્ટ ઉપર ટેકનીકલ ખામી સર્જાતા અનેક ફલાઈટોના સમયપત્રમાં અફડાતફડી અને ફલાઈટો મોડી થઈ જતા સોમવારે સપ્તાહના પ્રારંભમાંજ હજારો મુસાફરો એરપોર્ટ ઉપર ફસાય ગયા હતા. સોમવારે સમીસાંજે કોલકતા એરપોર્ટ પર એકાઅકે સરવર ડાઉન અને ટેકનીકલ કારણોસર અનેક ફલાઈટો મોડી થતા એરપોર્ટ પર ચેકીંગ કાઉન્ટર અને બોર્ડીંગપાસ અને ટિકીટ લઈ માલસામાનના કલીયરન્સ સાથે દરેક કાઉન્ટર પર લાંબી કતારો લાગી ગઈ હતી.

કોલકતા એરોડ્રામ પર બપોરે ૫.૧૦ મીનીટે સ્પાઈસ જેટના કાઉન્ટર પર સ્કેનર કામ કરતુ બંધ થઈ જતા માલસામાન અને ટિકિટના બારકોડેડની તપાસણી બંધ થઈ ગઈ હતી તેવી જ રીતે ઈન્ડિગોના કાઉન્ટર પર પણ આજ પ્રકારની મુશ્કેલીઓ સર્જાતા આવનારા મુસાફરોને ચેક-ઈન માટે કલાકો સુધી લોન્ઝમાં બેસીને રાહ જોવી પડી હતી અને સોશ્યલ મીડીયા પર આ અંગેની ચર્ચાઓની આંધી ચાલી હતી ૬.૩૦ કલાકે રોલીસીતાનીએ ટવીટ મેનેજમાં જણાવ્યું હતુ કે અમે પાસ મેળવવા લાઈનમાં ઉભા છીએ બે કલાકમાં દસેક હજાર લોકો આ પરિસ્થિતિમાં કોલકતા એરપોર્ટપર ફસાયા છે.

એવું જણાવ્યું હતુક ૭.૧૫ વાગે બીજા પેસેન્જર શિરિનીએ વિડિયો પોસ્ટ કરતા લખ્યું હતુ કે વ્યવસ્થા પડી ભાંગતા મુસાફરો રાહજુએ છે અને તમામ ફલાઈટો મોડી થઈ છે. અફડાતફડીના માહોલથી સોશ્યલ મીડીયા પર ફરિયાદોની આંધી ઉઠી હતી છેલ્લે ત્રણ કલાક બાદ કોલકતા એરપોર્ટએ ટેકનીકલ કારણસર આ અવ્યવસ્થા સર્જાઈ હોવાની કબુલાત કરીને દિલગીરી વ્યકત કરી હતી. સરવર ડાઉનના કારણે સાંજે ૫.૨૦ થી ૮.૩૦ સુધીમાં ઉડનારી ૩૦ અને લેન્ડ થનારી ૩૭ ફલાઈટોને અસર થઈ હતી ઉપડનારી ફલાઈટો ૨૫ થી ૬૦ મીનીટ મોડી થઈ હતી.

કોલકતા એરપોર્ટ ડાયરેકટર કૌશિક ભટ્ટાચાર્યજીએ જણાવ્યું હતુકે સ્થાનિકા ઈન્ટરનેટ કનેકટીવીટી બંધ થઈ જતા એરપોર્ટની અનેક વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી. સરવર ડાઉનના કારણે થયેલી મુશ્કેલીઓના નિવારણ માટે તબકકાવાર હાથ ધરેલી કામગીરી અને સેવાને પુન: બહાલ કરવામાં જે સમય લાગ્યો હતો તે પેસેન્જરો માટે ઈન્તેજારનો સમય બની રહ્યો હતો.

સરવર ડાઉનના કારણે ફલાઈટ ઈર્ન્ફમેશન ડિસપ્લે, સીસીટીવી સર્વેલન્સ, વિમાન આવાગમન વ્યવસ્થા અસરગ્રસ્ત બનતા ત્રણ કલાક સુધી કોલકતા એરપોર્ટમાં ભારે મોટી અફડાતફડી સર્જાઈ હતી અને નેટના સરવર ડાઉનથી હજારો મુસાફરોના મૂડ ડાઉન કરી નાખ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.