Abtak Media Google News

અંતરનું શૌર્ય જો જાગૃત થયા તો અસંભવ પણ સંભવ બની જાય: પૂ. નમ્રુમુનિ મ.સા.

અબતક, રાજકોટ

અહો દીક્ષાર્થી! ધન્ય છે તમારી પ્રભુ પંથે પ્રયાણકરવાની ભાવનાને!- આ મંત્રનું વારંવાર રટણ કરીને તેમની ત્યાગ ભાવનાની આ ભવમાં અનુમોદના કરીને સ્વયંના ત્યાગના, સંયમના બીજ વાવી લેવાનો પરમ હિતકારી બોધ પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે નવ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવ અંતર્ગત ઉજ્વાએલો “સંયમ વંદનમ્ ઉત્સવ” હજારો ઘટમાં ત્યાગ ભાવનાનો રંગોત્સવ કરી ગયો હતો.

Screenshot 8 22

અનંત સંસારને અલવિદા કરવા ચાલી નીકળેલાં નવ નવ પુણ્યાત્માઓનાં સંયમ ભાવની અનુમોદના કરવા સમગ્ર ભારતના 108થી વધારે શ્રી સંઘો, અનેક મહિલા મંડળો, અમેરિકાની શિરસસ્થ સંસ્થા જૈનાથી જોડાએલાં નોર્થ અમેરિકાના 70થી વધારે સેન્ટર્સના ભાવિકો , વિદેશના અનેક ક્ષેત્રોના મળીને હજારો ભાવિકો હૃદયના ભક્તિભાવે જોડાઈ ગયાં હતાં. આ અવસરે સંસારને આખરી સલામ ભરવા પધારેલાં મુમુક્ષુ પ્રિયંકાબેનને અત્યંત અહોભાવથી પદ્મકમળ પર પગલાં કરાવીને કરવામાં આવેલાં વધામણા તેમજ સંસાર બંધનથી સ્વતંત્ર બનવા પધારેલાં મુમુક્ષુ પાયલબેનની ભારતના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જૈન દર્શનના ઐતિહાસિક અમર પાત્રોનારૂપક સાથે કરવામાં આવેલાં વધામણા બાદ આ અવસરેબોધ ફરમાવતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, પળે પળે અનંત જીવો જ્યારે સંસારની અનુમોદના કરી રહ્યાં છે ત્યારે સંયમની અમૂલ્ય અનુમોદના કરવાનો અવસર કોઈક જ સદભાગી આત્માને પ્રાપ્ત થતો હોય છે. આ અવસરે સંયમની એવી અનુમોદના કરી લઈએ, એ ત્યાગી આત્માઓ પ્રત્યે ધન્ય ધન્યભાવનું એવું રટણ કરી લઈએ કે ભાવિમાં સ્વયંની સંયમ આરાધનાની સહજ અનુકૂળતા સર્જી લઈએ. કેમકે આજે જે અહોભાવથી સંયમની અનુમોદના કરે છે તે સ્વયંના સંયમની સંભાવનાઓ સર્જી દે છે.

સંયમના રંગે રંગાવી દેનારી પરમ ગુરુદેવની આ વાણી સાથે જ જૈન અજૈન હજારો-લાખો આત્માઓને વિતરાગ ધર્મ પ્રત્યે વંદિત કરી જતી વિમલભાઈ ઉપાધ્યાય આદિ દ્વારા બેનમૂન પ્રેરણાત્મક નાટિકા “વાય સંયમ”સંયમ જ કેમ? નો જવાબ આપી જતી શ્રેષ્ઠ પ્રસ્તુતિ અત્યંત પ્રસંશનીય બની રહેલ.

Screenshot 10 15Screenshot 9 22

વિશેષમાં આ અવસરે કચ્છી પરિવારના દીકરી મુમુક્ષ પાયલબેન પનપારિયાની સંયમ ભાવનાનું કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિ મહાજન, અનંતનાથ ટ્રસ્ટ તરફથી વરિષ્ઠ ઉપપ્રમુખ અને ટ્રસ્ટી એવા બાબુભાઈ દંડ અને સેક્રેટરી ચેતનભાઈ મોતા દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવતાં સર્વત્ર હર્ષ છવાયો હતો. એ સાથે જ, વીર આવો અમારી સાથે મહિલા મંડળ સાયનના ભાવિકોએ દીક્ષાર્થીઓનું સન્માન કરીને જયકાર વર્તાવ્યો હતો.

ઉપરાંતમાં, મુમુક્ષુ પ્રિયંકાબેન અને મુમુક્ષુ પાયલબેનના વિદાય સમારોહની અનન્ય ક્ષણો, બંને મુમુક્ષુઓ દ્વારા અંતિમવાર સંસારી સ્વજનોને કરેલાં રક્ષાબંધનના ભાવવાહી દ્રશ્યો સાથે આ અવસર અનેક માટે કલ્યાણ અવસર બન્યો હતો.નવ નવ આત્માઓના ત્યાગભાવની અનુમોદના કરતાં અર્હમ્ યુવા સેવા ગ્રુપ દ્વારા સમગ્ર ભારતના અનેક ક્ષેત્રોમાં જ્યારે માનવતા અને જીવદયાના સત્કાર્યોથી હજારો આત્માઓ શાતા – સમાધિ પામી રહ્યાં છે ત્યારે આવતીકાલે તારીખ 16વિંફેબ્રુઆરી, 2022 મંગળવાર સવારના 8:30 કલાકે આયોજિત “સંયમ કીર્તનમ્” કાર્યક્રમમાં સંયમની અનુમોદના કરી ધન્યતાનો સ્પર્શ અનુભવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને જોડાઈ જવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.