Abtak Media Google News

સતત સાતમી ટર્મ બેંકના ચેરમેન તરીકે બિન હરીફ વરણી

અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકનાં ચેરમેન તરીકે સતત ૭ ટર્મ દિલીપ સંઘાણી બિન હરીફ ચૂંટાયા છે. અમરેલી જિલ્લામાં બેંકીંગ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તરીકે સતત ૭મી ટર્મમાં પણ દેશભરમાં સરકારી ક્ષેત્રે આગળ ઓળખ ધરાવતા ગુજરાત સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ સમા દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થતા જિલ્લાભરમાં અને રાજયમાં સંઘાણીને અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે.

જિલ્લાભરમાંથી સંઘાણીનું બહુમાન થઈ રહ્યું છે. તો અમદાવાદ ખાતે ગુજકોમાસોલના અધિકારીઓએ પણ દિલીપ સંઘાણીનું આ પ્રસંગે બહુમાન કયુર્ંં હતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ કોવિંદજી સહિતનાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.