અદ્યતન બિલ્ડિંગના ટોયલેટ-બાથરૂમ પાસેથી પસાર થવું મુશ્કેલ:કર્મચારીઓ પરેશાન

કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મોરબીના જિલ્લા સેવા સદનમાં ખાનગી સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા  સ્વચ્છ ભારત મિશનની હાંસી ઉડાવવામાં આવી રહી છે નિયમિત સફાઇ અભાવે કચેરીમાં ઠેર ઠેર ગંદકી જામવા ઉપરાંત ટોયલેટ બાથરૂમ નજીક થી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ની નિયમિત સફાઈ થાય તે માટે ખાનગી કોન્ટ્રાક્ટ અપાયો છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સફાઈ થતી નહોય નવા જિલ્લા સેવા સદન બિલ્ડીંગ ની પથારી ફરી ગઈ છે.

સ્વચ્છ ભારત મિશન ચલાવતા કલેકટર તંત્ર ને પોતાની કચેરી ની ગંદકી નજરે પડતી ન હોય તેમ સફાઈ કોન્ટ્રાક્ટર નને અસરકારક સૂચના આપવાની પણ તસ્દી લેવાતી નથી.

જિલ્લા સેવા સદન માં કચેરી કાર્યાન્વિત થયાના ટૂંકા ગાળા માં જ કચેરીમાં જ્યાં-ત્યાં પાન ની પીચકારીઓ અને પ્લાસ્ટિક ના કાગળો ઉડતા જોવા મળી રહ્યા છે. કચેરીમાં સૌથી દયનિય હાલત તો ટોયલેટ-બાથરૂમ નજીક ની બ્રાન્ચો ની છે કારણકે યોગ્ય સફાઈ ને અભાવે ટોયલેટ માંથી માથુફાડી નાખે તેવી દુર્ગંધ આવ્યા કરે છે અને કર્મચારીઓને દિવસભર આ બધું સહન કરવું પડે છેજોકે કચેરીમાં પાનની પિચકારી ના ચિતરામણ પાછળ કચેરીમાં આવતા રાજદારોની સાથે સાથે કચેરીમાં કામ કરતા કેટલાક પાન-માવા ના બંધાણી પણ એટલા જ જવાબ દર છે,

આ સંજોગો માં નમૂનેદાર કચેરી ને ગંદકીના સામ્રાજ્ય માંથી છોડવવા જિલ્લા કલેકટર પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.