Abtak Media Google News

ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટનો આર્થિક સહયોગ

ખંભાળીયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા સતત ૧૦મી વખત રાશનકિટ વિતરણ કરવામાં આવી છે. હાલના વિષમ સંજોગોમાં ઘણા પરિવારો કપરી પરિસ્થિતિ નો  સામનો કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તરફથી આ કોવીડ ની મહામારીમાં  સતત દસમી વખત ખાદ્ય સામગ્રીઓ નુ વિતરણ કરવામાં આવ્યું છે.

Advertisement

સાતમ આઠમના તહેવાર ને કેન્દ્રમાં રાખીને તે મુજબની સામગ્રીઓ નાં વિતરણનું વિશેષ આયોજન કરાયુ હતુ.

તેલ, ગોળ, ખાંડ, વેસણ, મેંદો સહિતની સામગ્રી ની કીટ તૈયાર કરવામાં આવી હતી.અને જલારામ ચોક પાસે આવેલ જૂની લોહાણા મહાજન વાડી મા વિતરણ રાખવામાં આવ્યું હતું. કુલ ૧૪૫ પરિવારો લાભાર્થી હતા.

આ સેવાકીય પ્રવૃત્તિમાં ના આધારસ્તંભ એવા શ્રી દિનેશભાઈ ગણાત્રા ના પ્રયાસોથી ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ (યુકે)તરફથી સંપૂર્ણ આર્થીક સહયોગ પ્રાપ્ત થયો હતો.

ઉપરાંત પ્રાણજીવન જેઠાલાલ દત્તાની ચેરીટેબલ ટ્રસ્ટ ના શ્રી હિતેષભાઇના આર્થીક સહયોગથી તમામ પરિવારોને બુંદી ગાંઠિયાં નું પણ વિતરણ કરાયુ હતું.

સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી મનુભાઈ કાનાણી,વિનોદભાઈ પંચમતિયાં, રાકેશભાઈ પંચમતિયા, મહેશભાઈ રાડિયા અને નિશિલ કાનાણી એ સાંભળ્યું હતું.

તહેવરોમાં વિતરણ ની આ વ્યવસ્થા ૧૯૮૨ મા શરૂ થઈ હતી અને સતત ૩૮ મા વર્ષે પણ ગતિશીલ છે અને માત્ર રઘુવંશી ઓ પુરતી સીમિત ન રહેતાં અન્ય વર્ગના લોકોને પણ લાભ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.