Abtak Media Google News

દ્વારકાથી દર્શન કરી પરત ફરતી વેળાએ કારનું ટાયર ફાટતાં સર્જાયો અક્સ્માત: ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગર ખસેડાયા

ખંભાળિયા- જામનગર પર ગઈકાલે એક સ્વિફ્ટ મોટરકારનું ટાયર ફાટતાં અકસ્માતે પલટી ખાઈ જતા આ મોટરમાં જઈ રહેલા ચાર લોકો તથા બે બાળકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બે માસુમ બાળકોમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.જામકંડોરણા તાલુકાના દડીયા ગામનો પરિવાર દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે વેળાએ કારનું ટાયર ફાટતાં અક્સ્માત સર્જાયો હતો.વિગતો મુજબ ખંભાળિયા-જામનગર હાઈ-વે પર દાતા ગામથી ગોલાઈ વચ્ચે ખંભાળિયા તરફ આવી રહેલી જી.જે. 04 અઙ 3921 નંબરની સફેદ કલરની સ્વીફ્ટ કાર અકસ્માતે રોડની એક તરફ પલટી ગઈ હતી. જેમાં સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે આ કારમાં જઈ રહેલા જામકંડોરણા તાલુકાના દડીયા ગામના રહીશ નિરૂબા જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 24), અજયસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 45), ગિરિરાજસિંહ ભાવુભા વાળા (ઉ.વ. 58) અને સોનલબા ગિરિરાજસિંહ વાળા (ઉ.વ. 52) નામના ચાર પરિવારજનોને ગંભીર ઈજાઓ થતા ઇમર્જન્સી 108 વાન મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા.

જે પૈકીના બે મુસાફરોની હાલત ગંભીર જણાતા આ તમામ ચાર મુસાફરોને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ મોટરકારમાં જઈ રહેલા આશરે સાડા ત્રણ વર્ષના એક માસુમ બાળક તથા આશરે છ માસની એક માસુમ બાળાને ગંભીર ઈજાઓ થતા આ બંને બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પરિવારજનો ખંભાળિયા તરફથી કલ્યાણપુર તરફ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત તથા બે માસુમ બાળકોના અકાળે મૃત્યુના આ બનાવે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.