Abtak Media Google News

કલેકટરની ઝડપી કામગીરી, ૧૯૮૯ી ચાલ્યા આવતા કેસોમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ

આપીને તેનો નિકાલ કર્યો: હાલ બોર્ડમાં એકપણ કેસ પેન્ડીંગ નહીં

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ એક વર્ષમાં અધધધ… ૧૫૦૦ કેસોનો ધડાધડ નિકાલ કરી પોતાની ઝડપી કામગીરી અરજદારોને પડતી મુશ્કેલી દૂર કરી છે. હાલ બોર્ડમાં એકપણ કેસ પેન્ડીંગ રહેવા પામ્યો ની. જિલ્લા કલેકટરની આ ઝડપી કામગીરીની અરજદારો દ્વારા ખૂબ પ્રશંસા ઈ રહી છે.

Advertisement

અગાઉ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેની અમદાવાદ ખાતે બદલી ઈ હતી. ત્યારબાદ તેની જગ્યાએ જૂનાગઢના જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાને ૫-૪-૨૦૧૮ના રોજ રાજકોટના જિલ્લા કલેકટર તરીકે મુકવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ત્યારી લઈ અત્યાર સુધીમાં માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં ૧૫૦૦ રેવન્યુ અપીલના કેસોનો ધડાધડ નિકાલ કર્યો છે. જિલ્લા કલેકટરની આ ઝડપી કામગીરીી બોર્ડમાં હાલ એક પણ પેન્ડીંગ કેસ રહ્યો ની.

ડેપ્યુટી કલેકટરના હુકમી નારાજ યેલા અરજદારો કલેકટરમાં અપીલમાં આવતા હોય છે ત્યારે અપીલમાં આવેલા ૧૦૮ (૫), ૧૦૮ (૬), સુઓમોટો સહિતના જમીન તકરારી કેસો ૧૯૮૯ થી પેન્ડીંગ હાલતમાં પડયા હતા. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રાજકોટ જિલ્લાનું સુકાન સંભાળ્યું ત્યારી તેઓએ કેસો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને ૧૯૮૯ી પેન્ડીંગ રહેલા આવા તમામ કેસોનો નિકાલ કરી અરજદારોને ન્યાય અપાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.