Abtak Media Google News

ખંભાળીયા 1ર0 વર્ષ જુનો કેનેડી પુલ ભારે વાહનો માટે બંધ કરવા જિલ્લા કલેકટરનો આદેશ

ખંભાળીયામાં આમનાથ પાસે ઘી નદીમાં આવેલો કેનેડી પુલ આઝાદી પહેલા રાજાશાહીના સમયમાં કમાનની ડિઝાઇન પર બનેલો પુલ જર્જરીત થઇ ગયો હોય તેમાં નેશનલ હાઇવેના કામે ત્યાંથી દિવસો સુધી ભારે વાહનો માટે ડ્રાયવર્ઝન કાઢતા પુલ જર્જરીત હોય આ પુલ પરથી ભારે વાહનો નીકળતા તે ધ્રુજતો હતો.

આ બાબતના અખબારી હેવાલો તથા પાલિકાના તંત્રની જિલ્લા તંત્રને રજુઆત ઘ્યાને લઇને જિલ્લા કલેકટર એમ.એ. પંડયાએ તાકીદે આ બાબતે નિર્ણય લઇને ભારે વાહનો માટે આ પુલ બંધ કરવા આદેશ કર્યો છે.ગુજરાત પોલીસ અધિનિનયમ 1951 થી 33 (9) પી હેઠળ જાહેરનામું બહાર પાડી છે ત્યારે વાહનોએ વૈલ્પીક રસ્તા તરીકે મિલન ચાર રસ્તાની સલાયા ફાટક થઇને ચાર રસ્તા જઇને પોરબંદર જતાં રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તથા ડ્રાયવર્ઝન અંગે બન્ને તરફ બોર્ડ મૂકવા પણ ચીફ ઓફીસર ને આદેશ કરીને પોલીસ તંત્રને પણ આ વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.