Abtak Media Google News

જિલ્લા પોલીસ વિભાગના ટીમ વર્કથી ગુનાખોરીમાં ૨૦ ટકા જેટલો ઘટાડો: ડીઆઈજી સંદિપ સિંગ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ તથા જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા જનતા વચ્ચે રમત-ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તથા સદ્ભાવના કેળવાય તેવા હેતુથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિ-દિવસીય પોલીસ એથ્લેટીક મીટ-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો શુભારંભ રાજકોટ ડીઆઈજીશ્રી સંદીપ સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો. આ મીટમાં જૂદી-જૂદી ૧૫  જેટલી આઉટડોર અને ઈન્ડોર રમતોની સ્પર્ધામાં ૩૯૦ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો.

Banna For Site E1583323453452

આ પ્રસંગે એથ્લેટિક મીટના સુંદર આયોજન બદલ જિલ્લા પોલીસ વિભાગને અભિનંદન પાઠવતા ડીઆઈજીશ્રી સંદિપ સિંગે  જણાવ્યું હતું કે, પોલીસના વેલેફેર અને હેલ્થ માટે આવી મીટનું આયોજન ખૂબ જ જરૂરી છે. જિલ્લામાં યોજાયેલ આ મીટ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. વધુમાં તેમણે જિલ્લામાં વર્ષ દરમિયાન પોલીસ વિભાગના ટીમ વર્કથી ૨૦ ટકા જેટલા ગુનાઓમાં ઘટાડો થયો છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, પ્રજા અને પોલીસ સાથે મળીને કામ કરી રહી છે તે આનંદની વાત છે. આ તકે ડીઆઈજીશ્રીએ જિલ્લા પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના સંકલનને બિરદાવી આ મીટમાં ભાગ લેનાર તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.

Img 8592

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાએ સ્વાગત પ્રવચન કરી ત્રિ-દિવસીય એથ્લેટીક મીટની રૂપરેખા આપી હતી. આ તકે જિલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓને ડીઆઈજીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જિલ્લાના શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Img 8628

આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રી કે.રાજેશ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કરણરાજસિંહ વાઘેલા,દેવભૂમિ-દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ, જામનગર એ.એસ.પી.શ્રી સફીન હસન, જિલ્લા સરકારી વકીલશ્રી એમ.પી.સભાણી, દુધરેજ  સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિપીન ટોલીયા તેમજ અગ્રણી સર્વશ્રી કિરીટસિંહ રાણા, દિલીપભાઈ પટેલ, શંકરભાઈ વેગડ,ધનરાજભાઈ કૈલા, મનહરભાઈ મકવાણા, જગદીશભાઈ મકવાણા, અનિરૂદ્ધસિંહ પઢિયાર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.