Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં જે ફાયરિંગના બનાવો વધતા જઈ રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સામાન્ય બોલાચાલી બાદ ફાયરિંગ કરી અને અનેક લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે જેને ધ્યાને લઇને જિલ્લા પ્રશાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર પોતે એકશન મોડ માં આવ્યા છે. તેવા સંજોગોમાં આગામી છેલ્લા ત્રણ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લોકોએ હથિયાર પરવાના મેળવી અને રિવોલ્વર પિસ્તોલ જેવા હથિયારો પોતાના કબજે કર્યા છે.

ત્યારે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં સુરેન્દ્રનગર જીલ્લામાં અંદાજીત 200 થી વધુ લોકોને રિવોલ્વર અને પિસ્તોલ ના લાયસન્સ આપવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં જિલ્લામાં હથિયાર ધારકોની સંખ્યામાં વધારો થયો હોવાના જિલ્લામાં ફાયરિંગ ના બનાવો વધતા જઈ રહ્યા છે સામાન્ય બાબતે બોલાચાલી માં ફાયરિંગ કરી નાખવામાં આવી રહ્યા છે અને અનેક લોકોને ખોટી રીતે મોતને ઘાટ ઉતારવાના કિસ્સા જિલ્લામાં સામે આવી રહ્યા છે.

કલેક્ટરે એક પણ હથિયારનું લાઇસન્સ ન ઇસ્યુ કર્યું ઉપરથી 28 લાઇસન્સ રદ કર્યા:

જુના રીન્યુ કરવા આવેલા 11 લાઇસન્સ રદથી સોપો

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જીલ્લામાં 5 માસ પહેલા બદલી થઈ અને નવા આવેલા કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર દ્વારા આ મામલે વિચારણા કરી અને જિલ્લામાં હથિયાર પરવાના નવા લાયસન્સ આપવાની કામગીરી ધીમી કરવામાં આવી  છે અને નવા હથિયાર પરવાનાની અરજીઓ પણ છેલ્લા 5 માસથી પેન્ડિંગ રાખવામાં આવી હોય તેવી પણ વિગતો બહાર આવી છે ત્યારે છેલ્લા ચાર માસથી સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ હથિયાર પરવાનો માગનાર અરજદારને હથિયાર નું લાયસન્સ આપવામાં આવ્યું નથી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સમક્ષ 154 દિવસમાં 51 લોકોએ હથિયાર લેવા માટે અરજી કરી હતી અને હથિયાર પરવાનો માંગ્યો હતો ત્યારે મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે એ કે ઓરંગાબાદકર દ્વારા આ મામલે વિચારણા કરી અને 154 દિવસમાં હથિયાર મેળવવા આવેલી અરજીઓના મામલે વિચારણા હાથ ધરવામાં આવી હતી જેમાં એક પણ હથિયાર અત્યાર સુધીમાં જિલ્લા કલેક્ટરે એ કે ઓરંગાબાદકર દ્વારા આપવામાં આવ્યું નથી અને તમામ અરજીઓ દફતરે અને નામંજૂર કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા 154 દિવસમાં એક પણ હથિયાર પરવાનાની અરજી પાસ કરવામાં આવી નથી તે ઉપરાંત 28 જેટલા લોકોના લાયસન્સ કેજે હથિયાર પરવાનો ધરાવતા હતા તેમના રદ કરવામાં આવ્યા છે જેમાં 11 લાઇસન્સ ધારકો લેટ રીન્યુ કરાવવા આવ્યા હોય અને સુરેન્દ્રનગરના ધાંગધ્રા ઘુડખર અભ્યારણ માં વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે પ્રક્રિયા હાથ ધરી અને 9 લોકો ના લાયસન્સ રદ કર્યા છે આ ઉપરાંત અન્ય કેટલાક લોકોના લાયસન્સ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા હથિયારના રદ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.