Abtak Media Google News

ઓનલાઈન આર્મ લાયસન્સ સીસ્ટમથી ગુન્હાખોરીની સંખ્યામાં વધારો થવાની શકયતા

હથિયારના લાયસન્સ માટે લોકોએ અનેકવિધ પ્રકારે અનેકવિધ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે કારણ કે, હથિયારના લાયસન્સ મેળવવાની જે રીત છે તે ખૂબજ કઠીન છે. હથિયાર લાયસન્સ માટે અનેકવિધ ડોકયુમેન્ટેશન પણ કરવામાં આવતા હોય છે અને સમય પણ ખૂબજ વધુ લાગતો હોય છે.

Advertisement

ત્યારે નવીદિલ્હીમાં હથિયારનું લાયસન્સ ઓનલાઈન મળશે જે ખૂબજ મોટી વાત માનવામાં આવે છે. કહી શકાય કે, ઓનલાઈન લાયસન્સ મળવાની સાથે જ જે નવા હથિયારના લાયસન્સ તથા રિન્યુઅલ લાયસન્સ સહિત હથિયારને લગતી તમામ ચીજ ઓનલાઈન કરી દેવામાં આવી છે જેથી લાયસન્સની પ્રક્રિયામાં જે સમય વ્યતીત થતો હતો તે હવે ખૂબજ સરળ થઈ જશે.

દિલ્હી સરકાર દ્વારા આ નિર્ણયને લઈ તમામ ચર્ચા-વિચારણા આઈટી પ્રોફેશનલ તથા સ્ટેટ હોલ્ડર સમક્ષ કરવામાં આવી છે. આ નિર્ણયના અમલીકરણથી જે ગ્રાહકો કે જે લાયસન્સ ધારકો છે તેમને લાયસન્સની પ્રક્રિયાને સરળતાથી પરિપૂર્ણ કરી હથિયારનું લાયસન્સ મેળવી શકશે. આ નિર્ણયથી દિલ્હી સરકાર દ્વારા ૧૫ પોલીસ સ્ટેશનને ઓનલાઈન પ્રોસેસથી સલગ્ન કરી દીધા છે.

આ વાત થઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પરંતુ હાલ આ જે કાયદો છે તે દિલ્હી પુરતો સીમીત છે જેથી વાત એ પણ સામે આવે છે કે, જો આ કાયદો અન્ય રાજયોમાં અને તેમાં પણ ખાસ ગુજરાતમાં અમલી થશે તો શું અસર પડશે તે આવનારો સમય જ જણાવશે.

કારણ કે ઓનલાઈન હથિયારની પરવાનગી મળતાની સાથે જ હરકોઈ વ્યક્તિ લાયસન્સ લેવા એપ્લીકેશન દાખલ કરશે અને જો આ સ્થિતિનું નિર્માણ થયું તો જે ગુન્હાખોરીની સંખ્યામાં પણ અધધધ… વધારો જોવા મળશે જેથી આ કાયદા અને આ વ્યવસ્થા ઉપર કઈ રીતે નિયંત્રણ રાખવામાં આવે તે પણ એક મુખ્ય બાબત બની રહેશે કારણ કે હથિયારના લાયસન્સ માટે લોકોને ખૂબજ સમય લાગતો હતો અને તેની પધ્ધતિ પણ ખૂબજ જટીલ સાબીત થતી હતી.

ત્યારે આ નવા નિયમથી આસાનીથી લોકો હથિયારનું લાયસન્સ મેળવી શકશે જે કેટલા અંશે યોગ્ય છે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ એક વાત એ પણ સ્પષ્ટ છે કે આ કાયદા ઉપર સરકાર દ્વારા મહદઅંશે રોક લગાવવી જોઈએ જેથી ગુન્હાખોરીના આંકડામાં વધારો ન થાય કારણ કે, હથિયાર સ્વરક્ષણ માટે આપવામાં આવતું હોય છે નહીં કે કોઈપણ પ્રકારનો ગુનો આચરવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.