Abtak Media Google News

કેન્દ્ર સરકારનાં વિભાગે આપ્યો ઉત્તર: આધાર સાથે લિંકઅપની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ છે

શું એનઆરઆઈએ પણ આધાર સાથે બેંક ખાતા પાન, સિમ જોડવું પડશે??? આ બારામાં કેન્દ્ર સરકારનાં સંબંધકર્તા વિભાગે ટિવટર પર ઉત્તર આપ્યો છે કે આગામી તારીખ ૩૧ મી ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં આધાર કાર્ડ સાથે ભારતીય નાગરિકોએ બેંક ખાતા, પાન કાર્ડ, સીમ કાર્ડની વિગતો જોડવાની ડેટલાઈન છે.

પરંતુ ભારતની બહાર વસતા એનઆરઆઈ એટલે કે નોન રેસીડન્ટ ઈન્ડીયન (બિન નિવાસી ભારતીયો) અને ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સીટિઝન ઓફ ઈન્ડિયા (ભારતથી દરિયા પાર રહેતા ભારતીય નાગરિકત્વ ધરાવતો સમુદાય)ને માટે આ નિયમ ફરજીયાત છે કેમ કે આધાર કાર્ડ સાથે બેંક ખાતા, મોબાઈલના સીમ કાર્ડ તેમજ પાન કાર્ડ જોડવાની પ્રક્રિયા તેમને આર્થિક વ્યવહારોમાં ખૂબજ સલામતી બક્ષે છે. આ સિવાય અન્ય કોઈ કારણ નથી. સરકાર બહાર વસતા નોન રેસીડન્ટ ઈન્ડીયન (એનઆરઆઈ) અને ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડીયા (ઓસીઆઈ)ના આર્થિક બાબતનાં અધિકારો અને હકોનું રક્ષણ કરવા માટે કટીબધ છે !!!

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ભારતીય સમુદાયના લોકો ખાસ કરીને પંજાબીઓ અને ગુજરાતી કમ્યુનીટીના લોકો દુનિયાભરમાં વેપાર ધંધા અને નોકરી અર્થે જઈને વસી ચૂકયા છે. તેઓ માત્ર ને માત્ર પ્રસંગોપાત કે સગા વ્હાલાને મળવા ખાતર ભારત આવે છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, આરબ દેશો અને યુરોપમાં જે દેશનું આપણે નામ પણ ન સાંભળ્યું હોય ત્યાં જઈને ભારતીયો વસ્યા છે. ફિજિ અને કેરેબીયન ટાપુ પરનાં શહેરોમાં તમને ગુજરાતી સમુદાયના લોકો જોવા મળે તો સામા છેડે આફ્રિકાના દૂરદરાશના ગામડામાં પણ તમને પાઘડીધારી પંજાબી પાપા જોવા મળી આવે. એકંદરે, એનઆરઆઈ અને ઓસીઆઈ સમુદાયના ભારતીયોએ પણ સરકારી નિયમનું હવે પાલન કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.