Abtak Media Google News

 

ઘેલા સોમનાથ એ જસદણ તાલુકાના ઘેલો નદીના કાંઠે આવેલ છે. જ્યાં સોમનાથથી આવેલ શિવલિંગ બન્યું ઘેલા સોમનાથ અને મહાદેવ સોમનાથ બિરાજમાન થયા ઘેલા સોમનાથના નામે. અને આજે આં સ્થળ બન્યું વિશ્વ વિખ્યાત .આ સ્થળ એકદમ રમણીય, મનની શાંતિ આપનારું તેમજ અવિસ્મરણીય તેમજ એતિહાસીક સ્થળ છે.

ગુજરાતની ભૂમિ સોમનાથ મહાદેવના મંદિર પર મહમદ ગજનીએ મંદિરોનો નાશ કરવા વારંવાર ચડાઈ કરી હતી પરંતુ તે ચડાઈમાં નિષ્ફળ રહ્યો હતો, એક સમયની વાત છે જુનાગઢના રાજાની કુવરી મીનળદેવી કે જે શિવની ખુબ ભક્તિ કરતા હતા અને તેમને મુસ્લિમરાજાઓથી બચાવવા ભગવાન શિવના શિવલીંગની સ્થાપના નીચે ભૂગર્ભમાં કરેલ હતી અને ત્યાં સેવા પૂજા અને ભક્તિભાવ પૂર્વક ભક્તિ કરતા હ્તા.

Do Somnath Dada'S Darshan In The Month Of Shravan

થોડા સમય બાદ ઈ.સ.૧૪૫૭ ની આસપાસ સોમનાથ પર ફરી એક મુસ્લિમ રાજા મહમદ જાફરે ચડાઈ કરી આં મુસ્લિમ રાજાને ખબર પડી કે ભૂગર્ભમાં શિવલિંગની સ્થાપના કરાઈ છે માટે ત્યાં ચડાઈ કરી, પરંતુ  મીનળદેવીને આં સઘળી હકીકત તેમની બહેનપણી હુરલ દ્વારા જાણવા મળતા તેઓ આ લિંગ પાલખીમાં લઇ ઘેલા વાણીયા તેમજ વેજલ ભટ્ટ સાથે સ્થળ છોડી નીકળેલ હતા અને સોમનાથથી આશરે ૨૫૦ કી.મી.દુર જસદણના નદીના કિનારે આવી પહોચ્યા હતા, આં સ્થળ પર વિદ્વાન બ્રાહ્મણ વેજલભટ્ટ દ્વારા આં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ મુસ્લિમ રાજાએ પોતાનું સૈન્યને પાછળ શોધમાં લગાડેલું હતું તે સૈન્ય આં નદી પાસે આવી પહોચતા અને છેલ્લે જસદણ નદીના કિનારે ભીષણ યુદ્ધ થયું તેમાં ઘેલા નામના વાણીયાની સાથે હજારો બ્રાહ્મણો , ક્ષત્રિયો તેમજ ગામના લોકોએ આં યુધ્ધ લડવામાં મદદ કરી હતી.અને સતત સાત દિવસ સુધી આં જગ્યા પર યુધ્ધ ચાલ્યું અને આં યુદ્ધમાં ઘેલા નામનો વાણીયો શહીદ થઇ ગયો અને મીનળદેવીએ પણ અહી ડુંગર પર ઘેલા સોમનાથના સાનિધ્યમાં ડુંગર ઉપર સમાધી લીધી હતી , આં મીનળદેવી માતાનું મંદિર આં ડુંગર ઉપર છે.

આં શિવલિંગ સોમનાથથી ઘેલા વાણીયા સાથે આવેલ અને યુધ્ધમાં ઘેલો વાણીયો શહીદ થયો માટે નદીનું નામ ઘેલો નદી તેમજ આં શિવલિંગનું નામ ઘેલા સોમનાથ પાડવામાં આવેલ આં સ્થળ પાસે ત્યાં જ સામે ડુંગર ઉપર માતા મીનળદેવીનું પણ મંદિર છે.

આં ઘેલા સોમનાથ મંદિરનું શિવલિંગ એકદમ વિશાળ છે કે જેના દર્શન માત્રથી સહસ્ત્ર પાપોનો નાશ થાય છે, દરેક મનોકામના સિધ્ધ થાય છે. આં મંદિરની એક માન્યતા એવી પણ છે કે જ્યાં આરતી સવારે તેમજ સાંજે થાય છે. પરંતુ પહેલા મીનળદેવીનો દીવો કરવામાં આવે છે, આરતી થાય છે ત્યારબાદ ઘેલા સોમનાથ દાદાની આરતી થાય છે. અહી મંદિર માં દાદાનો એક અખંડ દીવાની જ્યોત વર્ષોથી પ્રગટે છે. મંદિરના ગર્ભગૃહની બહાર ગજાનન ગણપતિ બીરાજમાન છે સાથે સાથે કેશરીનંદન હનુમાનજી પણ બિરાજમાન છે. ઘેલા સોમનાથ દાદાની વિશાળ ધજા આં મંદિરના શિવાલય પર લહેરાય છે, મંદિર નો પ્રવેશદ્વાર પણ ખુબ વિશાળ છે.

જસદણ તાલુકાના ડુંગરાળ પ્રદેશના જંગલ વિસ્તારમાં હાલ આં ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં રોજ સવાર અને સાંજ નિત્ય આરતી થાય છે, ભક્તો દાદાને ભાવ પૂર્વક દાદાને જળ, પાણી તેમજ દૂધ ચડાવી, બીલીપત્ર ચડાવે છે, પવિત્ર શ્રાવણ માસ તેમજ શિવરાત્રી દરમ્યાન હજારો લોકો ની સંખ્યામાં અહી માનવ મહેરામણ દાદાના દર્શનનો તેમજ બ્રાહ્મણો સાથે મહાપ્રસાદની ચોર્યાસીનો અનેરો લાભ લે છે સાથે સાથે અહી મેળો પણ ભરાય છે અને ખુબ જ સરસ રીતે ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આં મંદિર જવા માટે જસદણથી ૧૮ કી.મી દુર આં મંદિર આવેલ છે. હાલ આં મંદિરનો તમામ વહીવટ જીલ્લા કલેકટર હસ્તક છે, ત્યાં રહેવા માટે એ.સી. રૂમ સહીત જમવાની અનેક સુવિધાઓથી સજ્જ છે.

સંકલન

રાજેશ એસ.ત્રિવેદી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.