Abtak Media Google News

ભારત ઝડપથી વિશ્વની ડાયાબિટીસની રાજધાની બની ગયું છે. હાલમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે અને આ સંખ્યા સતત વધી રહી છે.

3 Things You'Re Overthinking At Your New Job (And 3 Things You'Re Not Thinking

ચિંતાની વાત એ છે કે ડાયાબિટીસે મોટાભાગના લોકોના શરીરમાં ઘર કરી લીધું હોવા છતાં લોકોને ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ડેસ્ક વર્ક કરે છે તેમને હાઈ બ્લડ શુગરનું જોખમ વધારે હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ડાયાબિટીસ એ ખરાબ જીવનશૈલીથી સંબંધિત એક લાંબી બીમારી છે. મતલબ કે એકવાર શરીરમાં ડાયાબિટીસ થઈ જાય પછી તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. પરંતુ સારી વાત એ છે કે આપણે આપણી જીવનશૈલીમાં સુધારો કરીને ડાયાબિટીસને સરળતાથી નિયંત્રિત કરી શકીએ છીએ.

શું ડેસ્ક વર્કર માટે ખરેખર ડાયાબિટીસનું જોખમ વધારે છે

What Are Common Diabetes Treatments? - Texas Urgent Care &Amp; Imaging Center New Caney, Tx

ખરાબ જીવનશૈલી મુખ્યત્વે ડાયાબિટીસ કે હાઈ બ્લડપ્રેશર માટે જવાબદાર છે. જે લોકો ડેસ્ક વર્ક કરે છે તેઓ મોટાભાગે ખુરશી પર બેસીને કામ કરે છે. જેમનું કામ રિયલ ટાઈમમાં કરવાનું હોય છે તેઓએ કલાકો સુધી કોમ્પ્યુટર પર બેસીને કામ કરવું પડે છે. દેખીતી રીતે, આ પરિસ્થિતિઓમાં, માત્ર હાઈ બ્લડ સુગર જ નહીં પરંતુ હાઈ બ્લડ પ્રેશર અને અન્ય રોગોનું જોખમ પણ હોઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે શું નોકરી કરતા લોકોને ડાયાબિટીસનું જોખમ વધારે છે. જે લોકો કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસીને કામ કરે છે અને કોઈ કસરત નથી કરતા તેમને ચોક્કસપણે ડાયાબિટીસનું જોખમ રહેલું છે. બીજી તરફ જે લોકો ડેસ્ક વર્ક કરતા હોય છે પરંતુ નિયમિત કસરત કરતા હોય છે, સમયસર ઊંઘે છે, સમયસર જાગે છે, ખાવાની સારી ટેવ ધરાવતા હોય છે તો આવા લોકોને ડાયાબિટીસનું એટલું જોખમ રહેતું નથી. કોઈપણ રોગથી બચવા માટે એ મહત્વનું છે કે તમે તમારી જીવનશૈલીને કેવી રીતે મેનેજ કરો છો.

ડેસ્ક વર્ક કરતી વખતે શુગર વધી ન જાય તે માટે શું કરવું

Employment – Walletgenius

અત્યાર સુધી જે જાણવા મળ્યું છે તે મુજબ ખરાબ જીવનશૈલી હાઈ બ્લડ શુગર માટે જવાબદાર છે. અલબત્ત, આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ જો સુગર થોડું પણ વધી હાય તો ખરાબ જીવનશૈલીના કારણે તે વધુ વધી શકે છે. તેથી, તમારી જીવનશૈલીને સુધારવાનો સરળ ઉપાય છે. ડેસ્ક વર્ક કરો પરંતુ અડધો કલાકથી વધુ સમય સુધી ખુરશી પર એક જ સ્થિતિમાં બેસો નહીં. ખુરશી પરથી ઉઠતા રહો. દર કલાકે કે તેથી ઓછા સમયમાં ખુરશી પરથી ઉઠો. એક કલાક પછી, ઓછામાં ઓછા 5 મિનિટ માટે ખુરશી પરથી ઉઠો અને શરીરની હલનચલન કરતા રહો. ઓફિસમાં સીડીનો વધુ ઉપયોગ કરો. ખુરશી પર પણ, તમારા હાથ ઉંચા કરતા રહો અને તમારા પગને આગળ પાછળ ખેંચતા રહો. જ્યારે પણ તમને તક મળે, ઓફિસમાં ઝડપથી ચાલવું.

ઓફિસ પછી આ કામ કરો

How Much Physical Activity Do Children Need?

ઓફિસ સિવાય તમારે તમારી જીવનશૈલીને પણ સુધારવી પડશે. આ માટે સૌથી પહેલા તમારી ખાવાની આદતોને સુધારી લો. જો તમારી ખાવાની આદત યોગ્ય હશે તો તમે ઘણી બીમારીઓથી બચી શકશો. રોજ લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરો. લીલા શાકભાજી, આખા અનાજ, તાજા ફળો, અનાજ વગેરે જેવી કુદરતી વસ્તુઓ સાથે તમારા આહારમાં ચારમાંથી ત્રણ ભાગોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. આ પછી તમે ડેરી ઉત્પાદનો અને માછલી વગેરેનું સેવન કરી શકો છો. તમે પ્રાણી ઉત્પાદનોનું જેટલું ઓછું સેવન કરો છો, તેટલા વધુ ફાયદા તમને મળશે. માંસનું વધુ પડતું સેવન ન કરો. આહાર સિવાય રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો. આ પછી, નિયમિતપણે કસરત અને શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ રાખવું ,ચાલવું, સાયકલ ચલાવવું, તરવું, દોડવું એ જીવનશૈલી સંબંધિત રોગોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ સાથે ઋતુ મુજબના લીલા શાકભાજી, ફળો વગેરેનું નિયમિત સેવન કરો. સિગારેટ અને દારૂથી દૂર રહો. તણાવ ન લો. રાત્રે પૂરતી ઊંઘ લો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.