Abtak Media Google News

રાજ્ય સરકારને એવી માહિતી મળી છે કે ગુજરાતમાં બાસમતી ચોખામાં કેટલાક વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની ચોખાની ભેળસેળ કરવામાં આવે છે.જેના અનુસંધાને બાસમતી ચોખાના નમૂના લેવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાને પગલે આજે રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આઠ સ્થળેથી બાસમતી ચોખાના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત છ સ્થળેથી એરંડિયાના નમૂના પણ લેવાયા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકારની સૂચનાના પગલે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં એમ.ડી.મહેતા નામની એજન્સીમાંથી શાહી વીર ડિલાઇટ બાસમતી રાઈસ, કુવાડવા રોડ પર જયહિન્દ ટ્રેડર્સમાંથી ડબલ એલિફન્ટ ઇન્ડિયન બાસમતી રાઈસ,કુવાડવા રોડ પર લાતીપ્લોટમાં જે.જે એન્ડ કંપનીમાંથી સજદા

1121 પોપ્યુલર બાસમતી રાઈસ, કુવાડવા રોડ પર લાતીપ્લોટમાં રમેશચંદ્ર છગનલાલ એન્ડ બ્રધર્સમાંથી અલનાઝ બાસમતી રાઈસ લ,જે.જે.એન્ડ કંપનીમાંથી ટ્રોફી રોયલ 1121 ફાઈનેસ્ટ એક્સ્ટ્રા લોંગ બાસમતી રાઈસ, રાજનગર ચોકમાં કૃષ્ણ જનરલ સ્ટોર્સમાંથી દાવત સુપર બાસમતી રાઈસ, મોચીબજારમાં શ્રી વિશ્વનાથ એન્ટરપ્રાઇઝમાંથી સ્વાદ બાસમતી રાઈસ અને ગોકુલ ટ્રેડિંગમાંથી સ્વીટ તાદુલ બાસમતી રાઈસના નમુના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Screenshot 1 7

આ ઉપરાંત આજે ફુડ વિભાગ દ્વારા મોચીબજાર મેઇન રોડ પર ઓમ ટ્રેડિંગમાંથી શ્રી ગીતા બ્રાન્ડ અઈંડિયું,દાણાપીઠમાં લાભ ચેમ્બરમાં ગુલાબચંદ વીરચંદ એન્ડ સન્સમાંથી તિરુપતિ બ્રાન્ડ એરંડિયું,મોચીબજાર પોસ્ટ ઓફિસ સામે લક્ષ્મી ટ્રેડિંગ માંથી ઉમા બ્રાન્ડ.  એરંડિયું, ગાયકવાડીમાં સિંધુ બેન્ક સામે સતનામ માર્કેટિંગમાંથી ફોર્ચ્યુન પ્રીમિયમ કાચી ઘાણી બ્રાન્ડનું એરંડિયું, સાધુ વાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટમાંથી નકોડા બ્રાન્ડ કાચી ઘાણી એરંડિયું ,રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી સામે તુલસી સુપર માર્કેટમાંથી અપ્પુ ગોલ્ડ કાચી ઘાણી બ્રાન્ડનું એરંડિયાનો  નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બારમાસી ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે ત્યારે એરંડિયાનો વપરાશ વધુ માત્રામાં રહેતો હોય છે આવામાં અટકાવવા માટે મહાપાલિકા દ્વારા એરંડિયાના નમૂના લેવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી એવી વાતો અને ફરિયાદ ઉઠી રહી છે કે અમુક લેભાગુ વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં બાસમતી ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ કરે છે.આવી ફરિયાદ છે કે રાજ્ય સરકાર સુધી પહોંચતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં બાસમતી ચોખાના નમૂના લઇ પરીક્ષણમાં મોકલવા માટે સૂચના આપવામાં આવી છે. જેના પગલે આજે રાજકોટમાં અલગ અલગ છ 8 સ્થળેથી કોર્પોરેશન દ્વારા બાસમતી ચોખાના નમૂના લેવામાં આવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.