Abtak Media Google News

૨૪ ઓગસ્ટથી માય  જીયો એપ અને જીયો વેબસાઈટ ઉપર ઓનલાઈન  બુકિંગ થશે

બજારમાં ‘જીયોફોન’ની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફોન તદન વિનામૂલ્યે છે તે જ ફોનની સૌથી મોટી ખાસીયત છે. માત્ર ડિપોઝીટ ભરી જીયોફોન વસાવી શકાશે. ડિપોઝીટ ત્રણ વર્ષના અંતે કંપની ગ્રાહકને પરત કરશે. જીયોફોનનું ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ આગામી તા.૨૪ ઓગસ્ટથી શ‚ થશે. જયારે ડિલીવરી સપ્ટેમ્બરથી અપાશે.કેવી રીતે બુક કરશો?આગામી ૨૪ ઓગસ્ટથી ઓનલાઈન બુકિંગ શ‚ થશે. માય જીયો એપ પર સ્ટેટસ ચેક કરી શકાશે. જીયો ડોટ કોમ વેબસાઈટ પર પણ અપોટસ મેળવી શકાશે. જીયોફોનની રજીસ્ટ્રેશન પ્રોસેસ ખુબ જ સરળ છે. જો તમે ધંધાકિય ઉદેશ્યથી જીયોફોન ખરીદવા માંગતા હોય તો પાન અથવા જીએસટીએન નંબર આપવાનો રહેશે.આ ફોન ૪-જી વોલ્ટી છે. જેમાં ૨૨ ભાષાઓ સપોર્ટ કરે છે. જેને વોઈસ કમાન્ડ દ્વારા ક્ધટ્રોલ કરી શકાશે. સાથે જ આ ફોનમાં એન.એફ.સી. સપોર્ટ માટે ઓટીએસ સોફટવેર અપડેટ કરી શકાશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે આ ફોન મફત છે. જેને  ની સિકયોરીટી રકમ ભરી ત્રણ વર્ષ બાદ આ રકમ ગ્રાહકોને પરત કરવામાં આવશે.અનલિમિટેડ વોઈસ કોલીંગ સાથે ટેકસ મેસેજીંગ ફી ધરાવતા આ ફોનમાં મેમરીકાર્ડ, ટોર્ચલાઈટ, એફ.એમ.રેડીયો સાથે ૨.૪ ઈંચ ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનમાં વોટસએપ તો નથી પરંતુ ફેસબુક અને વેબ બ્રાઉસિંગ સાથે પી.એમ. મોદીજીનો ‘મન કી બાત’ કાર્યક્રમ માણી શકાશે. જીયો પાસે હાલ ઘણા ગ્રાહકો છે. ત્યારે જીયો ફોન લોન્ચ કરી માર્કેટમાં હરિફ કંપનીઓ સાથે આકરી સ્પર્ધા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.