Abtak Media Google News

સંસદભવનની ડીઝાઈન બનાવનારા અંગ્રેજ આર્કિટેક બ્યુટીન્સે ચંબલમાં આવેલા ચોસઠ યોગીની મંદિરના સ્થાપત્ય સૌદર્યમાંથી પ્રેરણા લીધી હોવાનો ઈતિહાસકારોનો દાવો

લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી ચરમસીમા પર છે અને આ ચૂંટણી જંગમાં રહેલા ઉમેદવારો લોકશાહીના મંદિર ગણાતા સંસદભવનમાં જવા માટે થનગની રહ્યા છે. અંગ્રેજી હુકમત દરમ્યાન બનેલુ સંસદ ભવનની કલા કારીગીરી દુનિયાભરમાં અજોડ મનાય છે. પરંતુ સંસદભવનની ડીઝાઈન અંગ્રેજ આર્કિટેકોએ ભીંડ મોરેના વિસ્તારમાં ચંબલની ખીણમાં આવેલ ચોસઠ યોગીણી મંદિરમાંથી પ્રેરણા લઈ બનાવી હોવાનું ખૂલવા પામ્યું છે.

આ મંદિર વાસ્તવમાં ભગવાન શિવ મંદિરનો એક ભાગ છે. આ મંદિરમાં આવેલા ચોસઠ યોગીણી મંદિરમાં પ્રેરણા મેળવીને અંગ્રેજ આર્કિટેકોએ સંસદ ભવનની ડીઝાઈન તૈયાર કરી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. પરંતુ પુરાતત્વવદ્વો આ દાવા સાથે ઓછા સહમત છે. આ ઐતિહાસીક મંદિરમાં ભાજપના મોરેના બેઠક પર ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર નિયમિત રીતે પૂજન અર્ચન અને ઉપાસના કરવા આવે છે.

તોમરનાં જણાવ્યા અનુસાર મોરેનાના મીતવળી ગામમાં માત્ર ચોસઠ યોગીણીનું ઐતિહાસીક મંદિર નહી પરંતુ અનેક હેરીટેજ જગ્યાઓ આવેલી છે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર ખૂબ જ ઓછુ બની છે. આ વિસ્તારના મંદિરો ૨૦૦૫માં પુરાતત્વીદ સર્વે ઓફ ઈન્ડીયાના પૂર્વ પ્રાદેશિક ડિરેકટર કે.કે. મહમ્મદની દેખરેખ હેઠળ પુન: સ્થાપિત કરવામાં આવ્યું હતુ જોકે, તોમરે સ્વીકાર્યું હતુ કે મહમ્મદની નિવૃત્તિ બાદ આ પુન: સ્થાપન કાર્ય પૂર્ણ થઈ શકયું નથી.

આ મંદિરનું પૂન: સ્થાપન કાર્ય કરનારા અધિકારી મહમ્મદે આ અંગે જણાવ્યું હતુ કે ચંબલ ખીણની પાંચ કીમીની રેન્જની અંદર મિતવાળી અને પઘાવળી બે ગામોમાં ૧૦૦૦ વર્ષ પહેલાના વારસો ધરાવતી અનેક હેરિટેજ સાઈટો આવેલી છે. વિદેશી આક્રમણકારોએ સમયાંતરે આ વારસાની સાઈટો પર હુમલાઓ કરીને તેમનો નાશ કર્યો હતો આ ખંડેરોને પૂન: સ્થાપિત કરી શકાતા નથી કારણ કે ભૂતકાળમાં આ ખંડેરો ચંબલના ખૂંખાર ડાકુઓનાં આશ્રય સ્થાનો હતા જયારે આજે ગેરકાયદે ખનન કરતા ભૂમાફીયાઓના કબજા છે.

લગભગ ૭૦૦ વર્ષ પહેલા ૧૩૨૩માં તત્કાલીન સ્થાનિક રાજા દેવપાલના શાસનમાં આ મંદિરનું નિર્માણ થયું હતુ ત્યારે કોઈએ કલ્પના પણ નહી કરી હોય કે ભારતીય લોકશાહીનું મંદિર સમાન સંસદ ભવનના આર્કિટેક એડવિન બ્યુટીન્સને આ મંદિરના સ્થાપત્ય સૌદર્યમાંથી પ્રેરણા મળશે તેમ જણાવીને મહંમ્મદે ઉમેર્યું હતુ કે આ મંદિર ટેકરી પર ૨૦૦ મીટરની ઉંચાઈ પર બાંધવામાં આવ્યું છે. જોકે સંસદભવન આ મંદિરની પ્રતિકૃતિ હોવા અંગે ઈતિહાસકારો વચ્ચે બે ભાગ પડી ગયા છે.

એક ભાગ માને છે દિલ્હીની રાયસીના હીલ પર બનાવવામા આવેલા સંસદભવન રાષ્ટ્રપતિ ભવન સહિતના અન્ય બાંધકામો રોમન પ્રેરિત આર્કિટેકચર હતા જયારે બીજા ભાગના લોકોનું માનવું છે કે આર્કિટેકટ બ્યુટીન્સ અને હર્બર્ર બેકરે સ્પષ્ટ રીતે ભારતીય અને પશ્ચિમ આર્કિટેકસનું મિશ્રણ કર્યંુ છે જોકે, મહંમ્મદનો દાવો છે કે સંસદભવનની રચના ચોસઠ યોગીણી મંદિરમાંથી પ્રેરણા લઈ કરવામાં આવી છે.

આ ચોસઠ યોગીણી મંદિર તંત્ર વિદ્યા માટેનું એક કેન્દ્ર હતુ ગોળાકાર માળખામાં ભગવાન શિવના ૬૪ મંદિરો છે. તેમાં ૬૪ યોગીનીઓ સાથે ભગવાન શિવની મૂર્તિઓ છે. જે તાંત્રીક પરંપરામાં સ્ત્રીની ભાવનાનો ઉલ્લેખ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.