Abtak Media Google News

ડો.એન.ડી.શીલુએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી ૨૦ વર્ષ સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ૧૯૯૯થી તે પોતે પોતાની કલિનીક ચલાવે છે. રૈયા રોડ, કનૈયા ચોક ખાતે ફેમિલી ફિઝીશીયન તરીકે તેઓ ફરજ બજાવે છે. ડોકટર એટલે જયારે પહેલાનાં જમાનામાં કહે છે કે વ્યાધી, ઉપાધી એટલે કે બિમારી હોય ત્યારે તે બિમારીને દુર કરી જે વ્યવસાયિક રીતે કામ કરે ખાસ તો સેવાની ભાવના હોય બીજાના દુ:ખથી દુ:ખી થઈને લોકોનાં દુ:ખ દુર કરે એક આઘ્યાત્મીક ભાવ પણ આવે છે અને તેમની પાસે જતા દર્દીને સાજા અને તંદુરસ્ત રાખે તે ડોકટર પહેલું સુખ તે જાણે નર્યા લોકોની તંદુરસ્તી જાળવી રાખવા મદદ કરે તે ડોકટર કહેવાય છે.

પોતે વૈદ્ય દ્વારા દર્દીની સારવાર જોતા તે દુ:ખ જોતા ત્યારે જ તેમને થયું કે કોઈપણને દર્દ ન થાય તે માટે તેવા ડોકટર પોતાને બનવું છે.

તેમની દિનચર્યા પહેલા સિવિલમાં હતા ત્યારે વધારે દર્દીઓ અને ઓપરેશનોમાં સારવારોમાં ટાઈમ જતો હતો હાલ સવારે ૯ થી ૧ કલિનીક ચલાવે છે. સાંજે ૫ થી ૮ સુધી લોકોની સારવાર કરે છે. હાલ ગુગલનો ઉપયોગ કરી લોકલ તથા રાજય આઈએમએ બ્રાંચનો નેશનલ આઈએમએ જે તેનાં જનરલ આવતા હોય તેનો નિયમિત અભ્યાસ કરે છે તથા સીએમએ થતા હોય છે. તેમાં અનુકૂળ સમયે હાજરી આપી લેટેસ્ટ મેડિકલ જે અપડેટ થતા હોય છે. ખાસ તો સર્જરી અને વેકસીનેશન થતાં હોય તેમાં ખાસ અપડેટ રહેવું જરૂરી છે. અપડેટ રહેવાથી જ તેઓ તેમનાં દર્દીઓને ન્યાય આપી શકે છે જયારે દર્દી ડોકટર પાસે પોતાનું દર્દ લઈને જતો હોય છે ત્યારે ઘણા બધા પ્રશ્ર્નો લઈને જતો હોય છે. ઘણા બધા કૌટુમ્બીક પ્રશ્ર્નો હોય છે સાથે જ ઘણી બધી ફરિયાદ કરતો હોય છે ત્યારે તેમની ફેમિલી હિસ્ટ્રી જાણી લઈએ તો ડોકટરને ખ્યાલ આવે છે ખરેખર જે દર્દ માટે તે આવ્યો હોય તેની તેને જરૂર જ નથી હોતી તેની સાથે આત્મીયતાથી પ્રશ્ર્નો ઉકેલવાનાં પ્રયત્ન કરે છે અને કાંઈક મેળવ્યાની અનુભૂતી થતી હોય છે. ડોકટર હંમેશા નાણાને પ્રધાન ન દેતા હોય દર્દીનાં દર્દને દુર કરે તો તેને બધુ જ મળી રહે છે.

સમાજ પાસેથી પણ સારી નામના મળી રહે છે. પરિવારને હાલ સમય આપે છે પણ પહેલા સિવિલ ખાતે ફરજ ઉપર હતા ત્યારે તે પોતે પરિવારને સમય આપી શકતા ન હતા તેનું તેમને ખુબ જ દુ:ખ છે અને પરિવારએ પણ સાથ સહકાર આપેલ છે. ડોકટર્સ ડે ડો.બિધાન ચંદ્ર રોય પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી રહી ચુકેલ છે. તેમની જે એક ડોકટરને લઈને જે ભાવના હતી અને ડોકટર બન્યા પછી જે લોકોની સેવા કરી હતી જે નામના મેળવી હતી અને ડોકટર બી.સી.રોયને શ્રદ્ધાંજલી આપવા ઇન્ડિયામાં ૧ જુલાઈનાં ડોકટર્સ ડે ૧૯૯૧થી ઉજવાય છે. હમણાં જે કાંઈ બનાવો બન્યા છે તેમાં કદાચ ડોકટરની પણ કોઈવાર ભુલ થઈ હોય તો તેણો ઈરાદાપૂર્વક ખોટુ કરવુ નથી હોતું તો ડોકટર ઉપર જે ભાવનાથી જોવામાં આવે છે. આક્ષેપો લગાવવામાં આવે છે કે કેટલો ખર્ચો થશે કે નુકસાન થશે તે ભાવના ન રાખવી જોઈએ સંજોગો સમય પ્રમાણે નિર્ણય લેવો ઈશ્ર્વરની ઈચ્છાથી જ બધુ થતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.