Abtak Media Google News

તમારું મૌન તમને જ સજા આપશે …

એ ડોકટર છે… તેની સાથે આ બાબતે ખૂલીને વાત  કરો

“ડોક્ટર” એક એવો શબ્દ જે આપના જીવનનો જ એક ભાગ બની ગયો છે. કઈ પણ નાનું સૂનું દર્દ હોય કે પછી ગંભીર બીમારી હોય તે સમયે એક જ વ્યક્તિ યાદ આવે છે અને એ છે ફેમિલી ડોક્ટર. પરંતુ સ્ત્રી પુરુષના જીવનમાં કેટલીક એવી પરિસ્થિતી આવતી હોય છે જેની જાહેરમાં ચર્ચ કરવી તો દૂર પોતાના ફેમિલી ડોક્ટર સાથે વાત કરવામાં પણ લોકો ખચકાતાં હોય છે. એ પરિસ્થિતી એટ્લે શારીરિક સંબંધને લગતા પ્રશ્નો. એવા કેટલાય પ્રશ્નો હોય છે જે સેક્સ દરમિયાન ઉદભવતા હોય છે.જે બાબતે પત્ની કે પતિ પોતાના સાથી સાથે પણ મુક્ત મને વાત કરવામાં શરમ અનુભવતા હોય છે.

એવું કહેવાય છે કે વકીલ અને ડોકટરથી કોઈ વાત છુપાવીને ના રખાય જો એવું કરવામાં આવે છે તો તમારા પ્રશ્નનો તેમજ તમારા દર્દનો યોગ્ય ઉકેલ નહીં આવી શકે. એવા કેટલાય રોગ છે જેનાથી શારીરિક સંબંધ દરમિયાન સંક્રમણ આવી શકે છે. એને લોકો એ બાબતે સંપૂર્ણ પણે જાગૃત ન હોવાથી બેદરકારી દાખવતાં હોય છે અને બાદમાં એ બાબતનું ભયંકર પરિણામ આવે છે.

આ ઉપરાંત ગુપ્તાંગની સ્વચ્છતાને અવગણના કરનાર વ્યક્તિ પણ કેટલીક બીમારીઓનો ભોગ બનતાં હોય છે. સ્ત્રીઓને જ્યારે તેના પિરિયડ્સ દરમિયાન ખાસ સ્વચ્છતા બાબતે ધ્યાન રખવાનું આવે છે તેમાં પણ શરમના કારણે બેદરકાર રહે છે તેવા સમયે પણ સંક્રમણ લાગુ પાડવાની સંભાવના વધી જાય છે. અને એ પરિસ્થિતી બાબતે કોઈને પણ ન કહી શકવાને કારણે અનેક ગંભીર પરિણામનો સામનો કરવાનો વારો આવે છે.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એવી છે જેમાં આ બાબતે ખૂલીલને વાત કરવી એ શરમજનક ગણાય છે પરંતુ ભારા એક એવો દેશ છે જેને દુનિયાને કામસૂત્ર ગ્રંથ પણ આપપ્યો છે. એ વાત ભૂલવી ના જોઈએ અને ગુપ્ત રોગ વિષે કે કોઈ પણ અજુગતિ પરિસ્થિતી બાબતે સીએચપી રહેવા કરતાં નિષ્ણાંત સાથે વાત કરવી જોઈએ.

તો આ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ એટલું તો નક્કી જ કરીએ કે આપની સાથે થતી કે સાથી થતી કોઈ પણ જાતની શારીરિક સંબંધને લગતી મુશ્કેલીઓ વિષે મુક્ત મને વાત કરવી અને યોગ્ય ડોક્ટરની સલાહ લેવી. આ વાત બાબતે મિત્ર વર્તુળમાં પણ જાગૃતતા લાવવા કોશિશ કરવી એ પણ એક મહત્વની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.