Abtak Media Google News

લાઠી અમરેલી સાવરકુંડલા માં સુરત થી વતન ની વ્હારે આવેલ સેવા ટીમ ના સાથી મિત્રો અને ડોકટરો ની ટીમો દ્વારા જબરદસ્ત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે યુવાનો ની ટીમો સતત દોડધામ કરી વિવિધ તાલુકા જિલ્લા ના આઇસોલેશન સેન્ટરો ની મુલાકાત લઈ તેમને ખૂટતી સુવિધાઓ માટે કડી રૂપ બન્યા છે તો સાથે સાથે ડોકટરો ની ટીમો ક્રિટીકલ દર્દીઓ ની ઓપિડી લઈ તેમને યોગ્ય દવાઓ તથા સારવાર આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો ઘણા બધા તાલુકામાં નવા આઇસોલેશન સેન્ટરો પણ ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે આવનાર દિવસો મા સુરત ના સેવા સાથી મિત્રો ની ટીમ ના લીડર મહેશ ભાઈ સવાણી,ધાર્મિક ભાઈ માલવીયા, પંકજ ભાઈ, સહિત ની ટીમ ની સાથે સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની ટીમ આ યુવાનો દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટરો મા આર્થિક સહયોગ પૂરો પાડી રહ્યા છે તે મોટી વાત છે આ આઇસોલેશન સેન્ટરો ની અંદર  ડોકટર ટીમ  માંથી ડો. પ્રતીક સાવજ, ડો. ચંદ્રેશ ઘેવારિયા, ડો. નીશ્વલ ચોવટીયા, ડો. ઉર્મિકા ધોળિયા, ડો. શૈલેષ ભાયાણી, ડો. ગૌતમ સિહોરા, ડો. પુર્વેશ ઢાંકેચા, ડો. ચેતન વાઘાણી, ડો. રમેશ નકુમ, ડો. નરેન્દ્ર પટેલ, ડો. રજની પટેલ, ડો. અનિલ સવાણી , ડો રોનક અને રવી તેજાણી સહિત ની ટીમ સૌરાષ્ટ્ર મા કોરોના ના કહેર ને હંફાવવા લાગી પડી છે આવતા એક સાત દિવસ એટલે કે  અઠવાડિયા સુધી  સુરત ના સેવા સાથી મિત્રો ની ટીમો સૌરાષ્ટ્ર નો પ્રવાસ કરી કોરોના ના કહેર ને નાથવા માટે ના પ્રયાસો કરશે આ ટીમ મા ભાવનગર જીલ્લા માં સંયોજક તરીકે મહેશભાઈ સવાણી , અમરેલી જિલ્લા મા ધાર્મિક ભાઈ માલવીયા જૂનાગઢ જિલ્લા મા પંકજ ભાઈ જવાબદારી સંભાળી રહ્યા છે.

આવનાર દિવસો મા ગીર સોમનાથ જિલ્લામાં પણ આઇસોલેશન સેન્ટર માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તો સાથે સાથે રાજકોટ, જામનગર , પોરબંદર જિલ્લા ના સેવા ભાવી લોકો સાથે સંકલન કરી તેમને મદદરૂપ થવાનો પ્રયાસ સુરત ની સેવા ટીમ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.