Abtak Media Google News

સરકાર સમક્ષ સેન્ટ્રલ પ્રોટેકશન એકટને વધુ મજબુત કરવા ડોકટરો દ્વારા કરાઈ માંગ

સેન્ટ્રલ મુંબઈનાં નાયર હોસ્પિટલમાં ૩ ડોકટરો પર હુમલો થયો હોવાનું સામે આવે છે. દિન-પ્રતિદિન ડોકટરો પર હુમલાની સંખ્યામાં અનેકગણો વધારો નોંધાયો છે. કહેવાય છે કે, દર્દીઓ માટે ભગવાન સ્વરૂપ એટલે ડોકટર હોય છે પરંતુ દર્દીઓનાં સગા-વ્હાલાઓ માટે આ વાત કેમ નહીં સમજાતી હોય તે ખબર પડતી નથી. રાજકિશોર દિક્ષીત નામનાં ૫૦ વર્ષીય દર્દી કે જે સેન્ટ્રલ મુંબઈનાં નાયર હોસ્પિટલમાં એડમીટ થયેલા હતા જયારે તેઓનું સારવાર દરમિયાન મોત નિપજતાં તેમનાં સગા-વ્હાલાઓએ હોસ્પિટલનાં ૩ ડોકટરો તથા નર્સિંગ સ્ટાફને ધિબેડીયા હતા જે સ્પષ્ટપણે દર્દીનાં મૃત્યુ બાદ રોષે ભરાયેલા હોવાનું સામે આવ્યું હતું.

સારવાર દરમિયાન જયારે ડોકટરો દ્વારા દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા તે સમય દરમિયાન મૃતકનાં ૧૩ થી ૧૫ જેટલા સગા-સંબંધીઓ ૨૩ નંબર વોર્ડમાં જ ડોકટરોને અપશબ્દ બોલી તેમને મારામાર્યા હતા. સાથોસાથ તેઓએ સિકયોરીટી ગાર્ડને પણ આડે હાથ લીધો હતો. મૃતકનાં સગા-સંબંધી દ્વારા હોસ્પિટલની ચીજ-વસ્તુઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના ઘટતાની સાથે જ ઈજાગ્રસ્ત ડોકટરો તથા સ્ટાફ મેમ્બરો દ્વારા સિનિયર ડોકટરો તથા હોસ્પિટલનાં તંત્રને જાણ કરી હતી અને અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ દર્જ કરવામાં આવી હતી.

ડોકટરોની ફરિયાદનાં આધારે પોલીસ તંત્ર દ્વારા સેકશન ૩૫૩, ૩૩૨, ૫૦૪, ૩૪ આઈપીસી કલમ હેઠળ અને મહારાષ્ટ્ર મેડિકલ પ્રેકટીશનર એકટ હેઠળ ફરિયાદ દર્જ કરવામાં આવી છે. જયારે મહારાષ્ટ્ર એસોસીએશન ઓફ રેસીડેન્ટ ડોકટરો દ્વારા હુમલાને વાખોડવામાં પણ આવ્યો હતો. આ દરમિયાન એસોસીએશનનાં ડોકટરો દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ડોકટરો અનેકવિધ સમયે મેન્ટલ સ્ટ્રેસથી પીડાતા હોય છે અને દર્દીઓનાં સગા-સંબંધીઓનાં રોષનો પણ સામનો કરવો પડતો હોય છે ત્યારે તેઓએ સરકારને રજુઆત અને માંગણી કરતાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ પ્રોટેકશન એકટનો ચુસ્તપણે પાલન કરવામાં આવે અને રાજય સરકાર દ્વારા જે હાલ પ્રવૃતિત ડોકટર પ્રોટેકશન એકટ છે તેમાં પણ સુધારા કરવામાં આવે. સાથોસાથ તેઓએ રજુઆત પણ કરી હતી કે, નિયમિત અંતરાળ પર સિકયોરીટી ઓડિટ પાસ સિસ્ટમ, હાઈલેવલ એડમીશન સિસ્ટમ સહિતની ચીજ-વસ્તુઓનું પાલન નિયમિત સમય અંતરાળે કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.