Abtak Media Google News

સમય બડા બલવાન હૈ નહીં માનુસ બલવાન..! એ વાત સાચી પણ સાથે એ વાત પણ સાચી છે કે જ્યારે માણસની મહેનત અને કોઠાસુઝ તેની તાકાત બને ત્યારે માણસ સમયને બદલવા જેટલો બળવાન બની શકે. વૈશ્વિક મંચ ઉપર આજે કદાચ ભારતીયોની ક્ષમતા ભારતનો સમય બદલી રહી છે. બેશક આ બદલાતા સમયનો શ્રેય ભારતીયોની મહેનત અને કોઠાસુઝને આપી શકાય. વાત એમ છે કે એક સમય હતો જ્યારે ભારતનો ભણેલો યુવાન વધુ સારી નોકરીની તક માટે અમેરિકા જવા તલપાપડ હતો. સમય કદાચ આજે પણ આ હશે પણ સાથે જ સમય એ પણ આવ્યો છે કે ભારતીય કંપનીઓનાં મુડીરોકાણનાં સહારે અમેરિકામાં નોકરીની નવી તકો ઉભી થઇ રહી છે.

હાલમાં જ આવેલા આંકડા પ્રમાણે  ભારતની 163 કંપનીઓએ અમેરિકામાં કરેલા આશરે 40 અબજ ડોલરનાં મુડીરોકાણનાં કારણે અમેરિકામાં નવી 4.25 લાખ લોકોને રોજગાર મળ્યા છે. એટલું જ નહી. ભારતીય કંપનીઓએ અમેરિકામાં પોતાની સામાજિક જવાબદારી સમજીને ઈજછ હેઠળ સામાજીક ઉથ્થાન માટે 18.50 કરોડ ડોલર વાપર્યા છે. જેના દ્વારા સ્કુલ, યુનિવસીર્સીટી તથા ધાર્મિક સ્થાનો અને પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થ્રાય છે. આ ઉપરાંત આપણી કંપનીઓએ અમેરિકામાં વિવિધ ક્ષેત્રે ચાલી રહેલા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આશરે 100 કરોડ ડોલર  રૂપિયાનું ભંડોળ પુરૂં પાડ્યું છે.

કોન્ફિડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સી.આઈ.આઈ) એ ઇન્ડિયન રૂટ્સ, અમેરિકન સોઇલ શિર્ષક સાથે એક વિસ્તûત રિપોર્ટ તૈયાર કર્યો અને ભારત સ્થિત અમેરિકન રાજદુત્તાવાસને આપ્યો ત્યારે આ તથ્યો સામે આવ્યા છે. માત્ર અમેરિકા જ નહી આજે વિશ્વનાં 100 થી વધારે દેશોમાં ભારતીય કંપનીઓઐ મુડીરોકાણ કર્યા છે. જેમાંથી આશરે નવ અબજ અમેરિકન ડોલરનું મુડીરોકાણ તો  ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનાં સ્વરૂપનું છૈ. અન્ય રૂટ દ્વારા થયેલા ઇન્વેસ્ટમેન્ટ અલગ છે. બેશક વિદેશોમાં ભારતીય કંપનીઓએ વિકસાવેલા કારોબારમાં અમેરિકા, ઇન્ગ્લેન્ડ તથા યુરોપ અને આરબ દેશોના નંબર પ્રથમ હરોળમાં આવે છે. એટલે જ કદાચ આ તમામ દેશો હાલમાં ભારત સાથે દોસ્તાના સંબંધો જાળવી રાખવા ઉત્સુક છે.

ભારતનું સૌથી મોટું જમા પાસું સતત ઉંચું આવી રહેલું નવી પેઢીનું શિક્ષણનું સ્તર, વધુ કામ કરી લેવાની ઘેલછા અને બાકી હોય તો બચતની માનસિકતા છે. પશ્ચિમી દેશોમાં કામ કરતા ભારતીયો અને સ્થાનિક નાગરિકો માટે  એક ટુચકો વપરાય છે. અમેરિકાનું ઉદાહરણ લઇએ તો તેઓ સોમવાર થી શુક્રવાર કમાણી કરે અને શનિ-રવિમાં કમાણી વાપરીને સોમવારે પાછા કામે ચડે છે. જ્યારે અમેરિકામાં કામ કરતા ભારતીયો સોમ થી શક્ર કામ કરે અને શનિ-રવિ ઓવરટાઇમ કરે..! મતલબ કે તેમને ખર્ચ કરવાના સમયે પણ કમાણી મળે છે તેથી તેમની બચત ઘણી વધારે થાય છે. ભારતીય કંપનીઓએ અમેરિકામાં સ્પર્ધાત્મક માહોલ ઉભો કર્યો હોવાથી ગ્રાહકોને સર્વિસ સારી મળે છે.

ઉપરાંત  સ્થાનિક અમેરિકનો માટે રોજગારીની નવી તકો ઉભી થાય છે. હાલમાં અમેરિકામાં ભારતીય કંપનીઓનાં કારોબારનાં કારણે ટેક્સાસમાં 20906 લોકોને રોજગાર મળે છૈ જ્યારે ન્યુયોર્કમાં 19162,ન્યુજર્સીમાં 17713, વોશિંગ્ટનમાં 14525, ફ્લોરિડામાં 14418, કેલિફોર્નિયામાં 14334 જ્યોર્જિયામાં 13945, તથા મોન્ટાનામાં 9603 લોકોને રોજગારી મળે છે. આ ઉપરાંત ઓહિયો, ઇલિનોઇસ તથા અન્ય અમેરિકન પ્રાંતોમાં ઉભા થયેલા રોજગાર અલગ છે.

આ બધા પ્રાંતોમાં ભારતીય કંપનીઓઐ 60 કરોડ ડોલર થી માંડીને 10 અબજ ડોલર સુધીના મુડીરોકાણ કયાર્યા છે. હાલનો સર્વે કહે છે કે અમેરિકામાં રહેલી ભારતીય કંપનીઓ હાલમાં 50 સ્ટેટસમાં કામ રી રહી છૈ. જેમાંથી 85 ટકા કંપનીઓ આગામી પાંચ વર્ષમાં અમેરકામાં નવા મુડીરોકાણ માટે ઉત્સુક છે અને તેમાંથી 83 ટકા કંપનીઓ અમેરિકનોને નોકરી આપવા તૈયાર છે. મંદીના આ માહોલમાં આ અહેવાલ અમેરિકન સરકારને કેટલો મીઠો લાગે તે સમજી શકાય તેમ છે.

હાલમાં જ અમેરિકામાં યોજાયેલા એક સમારોહમાં જ્યારે અમેરિકન ઉચ્ચ અધિકારીઓએ ભારતની HCL, Infosys, TCS, Wipro તથા મહિન્દ્રા જેવી કંપનીઓનાં મોંફાટ વખાણ કર્યા ત્યારે સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત સર્વે ભારતીયોની છાતી ગજ-ગજ ફુલી ગઇ હતી. હાલમાં અમેરિકામાં કારોબાર કરી રહેલી ભારતીય કંપનીઓમાં 29 ટકા લાઇફ સાયન્સ અને ફાર્માસ્યુટીકલ્સ, 21 ટકા આઇ.ટી અને ટેલિકોમ્યુનિકેશન, 18 ટકા મેન્યુફેક્ચરીંગ, 10 ટકા ફાઇનાશ્યલ, લિગલ, લોજિસ્ટિક તથા ડિઝાઇન જેવા સર્વિસ સેક્ટરની તેમજ પાંચ ટકા કંપનીઓ ઓટો સેક્ટરની છે.  આગામી દિવસોમાં આ યાદીમાં બીજા કેટલાયે સેક્ટરો ઉમેરાશ તે નક્કી છે.

આ છે બદલાતા ભારતની બુલંદ તસ્વીર..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.