Abtak Media Google News

સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુન લોકો દિલ પર રાજ તો કરે જ છે પણ તેની પુષ્પા મુવીએ ફિલ્મ જગતમાં તુફાન લાવી દીધું હતું. તેમના ચાહકોમાં કદાચ બે ગણો વધારો પુષ્પા ફિલ્મથી થયો છે તેમ પણ કહી શકાઈ કારણ કે “પુષ્પા ધ રાઈઝ” એ લોકો ના દિલમાં પોતાની આગવી જગ્યા બનાવી છે ત્યારે હવે “પુષ્પા થે રુલ” કે જે પુષ્પનો બીજો ભાગ છે તેના માટે અલ્લુ અર્જુનના ફેંસ ખુબ જ બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા .

Advertisement

તેમાં અલ્લુ અર્જુનના જન્મદિવસ એટલે કે ૮ તારીખ ના રોજ “પુષ્પા થે રુલ” માટે ટીસર બહાર પડ્યું છે જેમાં અલ્લુ અર્જુન ખુબ જ ખોફનાક અને અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમના આ અંદાઝ એ લોકો માં એક કુતુહલ પણ સર્જી દીધું છે. અને હવે આ ટીઝર અને આ લુક પછી કદાચ ફેંસના આતુરતા તેની ચરમસીમાએ પોહચી હશે. એવું પણ કહી શકાઈ કે અલ્લુ અર્જુન એ પોતાનમાં ફેંસ માટે બર્થ ટ્રીટ આપી છે.

પ્રથમ ભાગમાં પણ અલ્લુ અર્જુન અને રસ્મિકા ખુબ જ અલગ લુક માં જોવા મળ્યા હતા ત્યારે હવે મુવીના બીજા ભાગમાં અલ્લુ અર્જુન ગળામાં લીંબુ ની માળા, ફૂલ્લોની માળા અને ખુબ જ ભારે ઘરેણા સાથે જોવા મળ્યા છે સાથે જ પોતે આખા બ્લુ રંગમાં સાડી સાથે જોવા મળ્યા છે. સાથે જ હાથ માં રિવોલ્વર સાથે ખુબ જ ડેશીંગ લુક માં જોવા મળ્યા છે. જેનાથી ફરી તેમનો આ અલગ જ અવતાર લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યારે ફિલ્મના દિગ્દર્શક સુકુમાર એ માહિતી આપતા જણાવ્યું કે ફિલ્મનું શુટિંગ પૂર્ણ થય ગયું છે હવે ફિલ્મ પોસ્ટ પ્રોદ્ક્સન માં છે હવે તે ક્યારે રીલીઝ થશે એ જોવાનું રહ્યું. જોકે આ સાઉથ સુપર સુપર સ્ટાર અલ્લુ અર્જુનના આ લુક ને લીધે ફેંસમાં હવે ફિલ્મને લઇને અલગજ ઉત્સુકતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.