Abtak Media Google News

અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની અજીબ ઘટના

લગ્ન સમયના ગણપતિના ફોટા ડીપીમાં મુકતા પૂર્વ પતિ અને તેની બીજી પત્નીએ ભાઈ-બહેનને માર્યા

સ્માર્ટફોન, વ્હોટસએપ અને ફેસબુકનો વધુ ઉપયોગ આમ તો હાનિકારક છે જ પરંતુ વૈવાહિક જીવનમાં પણ વ્હોટસ એપ કે ફેસબુક ડીપી કે સ્ટેટસ માર ખવડાવે છે. જાણીને થોડી નવાઈ લાગશે પરંતુ અમદાવાદના આસ્ટોડીયા વિસ્તારમાં રહેતી અદિતીને તેના વ્હોટસએપ ડીપીએ માર ખવરાવ્યો છે.

Advertisement

સમગ્ર હકિકત એવી છે કે, અદિતિ મધુ (૨૯ વર્ષ) મુળ અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં રહે છે અને તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા કલ્પન કૃષ્ણકાંત વેલેરા સાથે થયા હતા. જોકે બંને વચ્ચે મેલ મેલાપન આવતા આઠ મહિના અગાઉ બંનેએ સ્વૈચ્છાએ છુટાછેડા લીધા હતા અને કલ્પને બીજા લગ્ન કરીલીધા હતા.

તાજેતરમાં જ અદિતીના વ્હોટસએપ ડીપીમાં પૂર્વ પતિના સંભારણા સમાન ગણપતિનું એક ડીપી મુકયુ હતું. અને આ ડીપીથી તેને ઢીબી નાખી હતી. આસ્ટોડીયા પોલીસના જણાવ્યા પ્રમાણે જે-તે સમયે કલ્પન અને અદિતિના લગ્ન જીવનના સંભારણા સમાન આ ગણપતિ હતા જેને બંનેએ સાથે મળીને બનાવ્યા હતા પરંતુ અદિતિએ આ ગણપતિ ડીપીમાં મુકતા કલ્પનની બીજી પત્ની ધારા વેલેરા અદિતીના ઘરે પહોંચી ગયા અને તેની સાથે ઝઘડો શરૂ કરી દીધો ત્યારબાદ અદિતિના ભાઈને પણ મારમાર્યો અને અદિતીને પણ મારીજેને કારણે બંનેએ કલ્પન અને ધારા વિરુઘ્ધ આસ્ટોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીછે.

અદિતી મધુએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે તેના લગ્નના સંભારણા સમાન ગણપતિનો ફોટો ડીપીમાં મુકી કઈ ખોટુ કર્યું નથી અને તેનો પૂર્વ પતિ તેમજતેની બીજી પત્નિ તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આમ પૂર્વપતિના સંભારણા ડીપીમાં મુકતા પૂર્વ પતિ તેમજ બીજી પત્નીએ અદિતીને માર ખવરાવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.