Abtak Media Google News

વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ૧૫૦થી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ અને સંશોધનપત્રો બનાવી આગવી શૈલીમાં રજૂ કર્યા

સર્વોદય સેક્ધડરી સ્કુલ પાળ ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિન નિમીતે કલામ નામક ફેરનું ભવ્ય આયોજન કરી મિસાઇલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ કલામને આગવી રીતે સ્મરણાંજલી અર્પી હતી.

આ સાયન્સ ફેરના ઉદ્દધાટન ડો. રમેશભાઇ ભાયાણી ચેરમેન, લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ તેમજ અતિથિ વિશેષ આર.એસ. ઉપાઘ્યાય, જીલ્લા શિક્ષણાધિકારી તથા ભરતભાઇ ગાજીપરા, સંસ્થાપક, સર્વોદય સ્કુલ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલના સંચાલકો તેમજ ઉઘોગપતિઓ વગેરે ઉપસ્થિત રહી આ સાયન્સ ફેરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ વિજ્ઞાનમેળામાં ૩૦૦ થી વધુ વિઘાર્થીઓએ ૧પ૦ થી વધુ વિવિધ પ્રકારના પ્રોજેકટસ તથા સંશોધનપત્રો બનાવી પોતાની આગવી શૈલીમાં રજુઆત કરી હતી. આ સાયન્સ ફેર એકઝીબીશનમાં આશરે ર૦૦૦ થી વધુ વાલીશ્રીઓ તેમજ આમ જનતાએ તેમજ અન્ય શાળાના વિઘાર્થીઓએ નિહાળ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને શ્રેષ્ઠ અને સફળ બનાવવા અક્ષ ભરતભાઇ ગાજીપરાના માર્ગદર્શન હેઠળ પ્રિત્સીપાલ ડો. નિતેશકુમાર જાદવ અને કાર્યક્રમના કો-ઓર્ડિનેટર તરીકે ગોપાલભાઇ જેસાણી તથા શિક્ષણગણે જહેમત ઉઠાવી હતી. આ સંસ્થાના સંસ્થાપક ભરતભાઇ ગાજીપરા તથા ટ્રસ્ટી ગીતાબેન ગાજીપરાએ આ તમામ બાળકોના વિચારવૃક્ષને વેગ મળે એ માટે ભવિષ્યમાં પણ આવા અવનવાં આયોજન થતાં રહે એ માટે પ્રોત્સાહીત કર્યા હતા તેમ સર્વોદય એજયુકેશન નેટવર્કની યાદીમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.