Abtak Media Google News

મચ્છરોની ઉત્પતિ સબબ તપાસ: 284 શાળાઓ ચેકીંગ કરાયું

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગનાનિયંત્રણ અને મેલેરિયા સામેની ઝુંબેશને વેગવંતી બનાવવા આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગે હોસ્પિટલ, બાંધકામ સાઇટ, હોટેલો બાદ હવે  શાળાઓમાં તપાસ શરૂ કરાય છે.284 શાળામાં ચેકીંગ કરાયું હતું.51 શાળાઓને  મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ અપાય હતી.

શાળાઓમાં ખાસ કરીને ધાબા ઉપર, ભંગાર ચીજવસ્તુઓ પડી રહેતી હોય ત્યાં, પાણીની ખુલ્લી ટાંકીઓમાં, ભોંયરામાં તેમજ કમ્પાઉન્ડમાંપડેલાંબકેટ, પક્ષીકુંજ, સુશોભન માટે રાખેલ ફુવાળા, ફુલછોડનાકુડામાં જમા વરસાદી પાણી વગેરેમાં મચ્છરનાંબ્રીડિંગ મળી આવ્યાં હતા.

રાષ્ટ્રીય વાહક જન્યરોગ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ આ રોગોનોભોગ ન બને તે માટે વિદ્યાર્થીઓને રોગો, રોગોનો ફેલાવો, રોગ ફેલાવતા મચ્છુરનીઉત્પમતિ અને અટકાયત તથા નિયંત્રણ અંગે સાચી માહિતી અને માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થી પોતાના જ ઘરે મચ્છર ઉત્પગતિ થાય નહીં તે અંગે જરૂરી કાળજી રાખે તો વિદ્યાર્થી પોતે માંદો5ડે નહીં કે તેના કુટુંબ કે તેની આજુ બાજુમાં રહેતા લોકોને આ વિશે સમજણ આપી તેઓને 5ણ આવા રોગો વિશે જાગૃત કરી શકે તે હેતુસર તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાંમેલેરિયા રોગ વિષયક સ્પર્દ્યાયોજવામાં આવેલ. વિવિધશાળાઓમાં રંગોળી, ચિત્ર, પોસ્ટર, નિબંધ, સ્લોગન વગેરે જેવી જુદી-જુદી સ્પર્દ્યાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.