Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યનાં મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે આજે સવારે ભારત વર્ષના આસ્થાકેન્દ્ર ભગવાન સોમનાથનાં દર્શન-મહાપુજા કરી ધન્યતા અનુભવી હતી.

Chif Secretary Visit 9૧૯૮૫માં આસીસ્ટન્ટ કલેકટર વેરાવળ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ડો.સિંહે સોમનાથ મંદીર ખાતે સોમનાથ દાદાને જલાભીષેક-દર્શન કરી મહાપુજા કરી હતી. સોમનાથ દાદાનાં મુખ્ય પુજારીશ્રી ધનંજય દવે અને બ્રાહ્મણગણે શાસ્ત્રોત વિધી સાથે મહાપુજા કરાવી હતી.

Advertisement

Chif Secretary Visit 11મુખ્ય સચિવશ્રીની સોમનાથ મુલાકાત પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડાશ્રી હિતેષ જોયસર, પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ, મામલતદારશ્રી પ્રજાપતિ સાથે રહ્યા હતા. સોમનાથ મંદીર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ મુખ્ય સચિવશ્રીનું સ્વાગત કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.