ડો.સૈયદના સાહેબનું કાલે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શાનદાર સ્વાગત

dr, saiyed | rajkot
dr, saiyed | rajkot

દિદાર, નૂરાની કલેમાત બાદ ગોંડલમા મસ્જીદનું ઉદઘાટન, વાએઝ: કાલાવડ, જામનગર, વાંકાનેર, મોરબીમાં પધરામણી થશે: ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ગેસ્ટ તરીકે આમંત્રિત

હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના અબુ જાઅફ‚સ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ) વિશ્ર્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ અલ મુત્લક છે. પરમાં દાઈ અલ મુત્લક આપના બાવાજી સાહેબ (પિતાશ્રી સ્વ.) ડો.સૈયદના વ મૌલાના અબુલ ફાઈદ જોહર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના સંપૂર્ણ કાર્યો આપના વફાત થયા બાદ સંભાળેલ છે. તેમના જગતમાં સેવા ભલાઈ માર્ગદર્શનથી દાઉદી વ્હોરા કોમ શિસ્ત અને સારા કાર્ય માટે શાંતિ વેપારી કોમ તરીકે જાણીતી બની છે. પરમાં દાઈ અલ મુતલક ડો.સૈયદના સાહેબ (રી.અ.) આપને ‘સકતુત દાઅવતીત તૈયબીયાહ’ તથા ‘સૈફુદ્દીનર’ તથા ‘અકીક ઉલ યમન’ ટાઈટલ આપીને બિરદાવેલ હતા. તાજેતરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ) ચાન્સલર તરીકે નિયુકત કરેલ છે.

તાજેતરમાં સૈયદના વ મૌલાના આલી કદર મૌલા (ત.ઉ.શ) એ વિશ્ર્વના ઘણા દેશ-વિદેશોમાં પ્રવાસ કરી વાઅઝ કરેલ હતી. સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ સંબંધિત બાબતે જાગૃતિ પર્યાવરણને લગતા કાર્યક્રમો કરેલ હતા. તેમજ દાઉદી વ્હોરા કોમને ઘણી જ શીખ આપે છે. ડો.સૈયદના વ મૌલાના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ) વિશ્ર્વભરમાં દરેકે દરેકે દાઉદી વ્હોરા સમાજના ઘરે રોજેરોજ એક જ જગ્યાએથી જમણ પાકે અને દરેકના ઘરે ટીફીન દ્વારા પહોંચે છે. તેવુ મહા અભિયાન ચલાવેલ છે. જેની સંપૂર્ણ સફળતા મળેલ છે અને આજે દરેક જગ્યાએ ટીફીન પહોંચતા થઈ ગયા છે. આવા મહાન રહેબર ૫૩માં દાઈ અલ મુત્લક હોઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના અબુ જાઅફ‚સ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) રાહબરીમાં વિશ્ર્વભરના લાખો દાઉદી વ્હોરા શાંતિ અને સદભાવનાનું સંપૂર્ણ પાલન કરે છે.

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ) તા.૧૮/૩/૧૭ શનિવારના રોજ સવારે ૧૧:૩૫ કલાકે મુંબઈથી પ્લેન દ્વારા રાજકોટ એરપોર્ટ ઉપર પધારશે ત્યાંથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં પધારશે ત્યા રાજકોટના સમગ્ર દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ-બહેનો તથા બાળકો ભવ્ય સ્વાગત કરશે. દીદાર કરશે અને નુરાની કલેમાત સુનસે ત્યારબાદ તુરંત ગોંડલ જવા રવાના થશે. ગોંડલમાં મસ્જીદનું ઈફતેતાહ (ઉદઘાટન) અને વાઅઝ ફરમાવશે, ત્યાંથી તા.૧૯/૩/૧૭ને રવિવારના રોજ કાલાવડ મુકામે પધારશે અને ત્યા મસ્જીદનું ઈફતેતાહ (ઉદઘાટન) અને વાઅઝ ફરમાવશે, તા.૨૦/૩/૨૦૧૭ને સોમવારના રોજ જામનગર મુકામે પધારશે ત્યા મોહટા બાવા ઈસ્માઈલ બદ‚દીન સાહેબ (રી.અ.) ના ઉર્ષ મુબારક ઉપર રાત્રે મજલીસમાં પધારશે, તા.૨૧/૩/૧૭ને મંગળવાર ઉર્ષ મુબારકના દિવસે સવારે જામનગર ખાતે વાઅઝ, તા.૨૨/૩/૧૭ને બુધવારના રોજ વાંકાનેર થઈને મોરબી મુકામે પધારશે. મોરબીથી તા.૨૩/૩/૧૭ ગુ‚વાર રાત્રે અથવા તા.૨૪/૩/૧૭ શુક્રવારના રોજ અમદાવાદ ખાતે સૈયદના કુત્બુદ્દીન શહીદ (રી.અ.)ના ઉર્ષ મુબારક ઉપર પધારશે. ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પધરામણી થતા ગુજરાત સરકાર દ્વારા ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ને સ્ટેટ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે.