Abtak Media Google News

કેન્દ્રીય કૃષિપ્રધાન ‚પાલા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ૧૦૦૦થી વધુ અગ્રણીઓ સંમેલનમાં હાજરી આપશે

અનેકવિધ સેવાકાર્યોમાં પ્રવૃત સંસ્થા સમસ્ત મહાજને પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટીઓના સંમેલનનું અમદાવાદમાં આયોજન કર્યું છે. શનિ-રવિ, ૧૮-૧૯ માર્ચે યોજાનારા સંમેલનમાં પાંજરાપોળ-ગૌશાળાના સંચાલનમાં આવતા પડકારોની સવિસ્તર ચર્ચા સાથે તેના યોગ્ય ઉકેલ પર વિચારણા કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન અને જીવદયાપ્રેમી વિજય ‚પાણી સંમેલનનું ઉદઘાટન કરશે. તેમના ધર્મપત્ની અંજલીબેન પણ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અધ્યક્ષસ્થાને કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોતમભાઈ ‚પાલા બિરાજશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી જીવદયાલક્ષી મુદ્દાઓની છણાવટમાં સાથ આપશે. આ પ્રસંગે સમસ્ત મહાજન ગુજરાતની પાંજરાપોળો અને ગૌશાળાઓ માટે એક પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરશે સાથે જ વિવિધ પાંજરાપોળો ગૌશાળાઓને આર્થિક સહયોગ પણ આપવામાં આવશે. સંમેલનમાં સહભાગી થવા ગુજરાતની વિવિધ પાંજરાપોળો-ગૌશાળા ૧૦૦૦થી વધુ અગ્રણીઓએ ઉત્સાહ દર્શાવ્યો છે. સંમેલનમાં જીવદયાલક્ષી કાર્યો સંપન્ન કરવામાં નડતા આર્થિક, સંચાલકીય મુદાઓની સવિસ્તર ચર્ચા થશે. રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ અને તેમના સક્રિય સહકારથી તેના નિવારણની અપેક્ષા પણ બળુકી થશે. વ્યકિતગત ખર્ચ અને સમય ફાળવીને સંમેલનમાં ઉપસ્થિત રહેવા પાંજરાપોળો અને ગૌશાળાઓના અગ્રણીઓએ દર્શાવેલો અનન્ય ઉત્સાહ સંમેલનની જ‚રીયાતનો અંદેશો આપે છે. શનિવારે સવારે આઠ વાગ્યા પૂર્વે સૌ સંમેલન માટે અચૂક પધારે તેવી વિનંતી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે કરી છે. તેમણે એવી આશા પણ વ્યકત કરી હતી કે આ સંમેલન જીવદયાના કાર્યો માટે ભાવિ પથપ્રદર્શકની ગરજ સારશે. સંમેલનના આયોજકોમાં સમસ્ત મહાજન સાથે ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડ (ગાંધીનગર-ગુજરાત), એન્કરવાલા અહિંસાધામ, કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠન, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, હિંસા વિરોધક સંઘ, ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ અને પુષ્પમંગલ પરિવારનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.