Abtak Media Google News

Table of Contents

આજે રાષ્ટ્રીય સપના દિવસ

દરેક માનવી પ્રતિ રાત્રે લગભગ બે કલાક સપના જોવામાં વિતાવે, એક વ્યક્તિને 4 થી 6 સપના આવે છે: આપણને સપનું બહુ લાંબુ લાગે પણ, તે 5 થી 20 મિનિટનાં જ હોય છે

આધુનિક મનોવૈજ્ઞાનિકના મતે સુતી વખતે થતા ચેતનાના અનુભવને સ્વપ્ન કહે છે: સ્વપ્નાની દુનિયા વિશે હંમેશા રહસ્ય રહ્યું છે, પણ આપના જીવન સાથે તેનો ઊંડો સંબંધ છે

વિશ્ર્વના મુખ્ય ધર્મમાં સપનાને સ્થાન અપાયું છે : માંડુકય ઉપનિષદમાં, ભારતીય હિન્દુ ધર્મના વેદ ગ્રંથોના ભાગમાં સપનાને ત્રણ અવસ્થા ગણાવી છે: સપના એ માત્ર આંતરિક ઈચ્છાઓની અભિવ્યક્તિ, આત્મા તેના જીવનકાળ દરમિયાન અનુભવે, તે જાગવાની અવસ્થા અને ઊંઘની અવસ્થા જેવા સપનાના ત્રણ ભાગ પડે છે

આધુનિક વિશ્વ એક એવી જગ્યા છે, જ્યાં દરેક માનવીના સપના ખરેખર સાચા પડે છે, શરત માત્ર એટલી કે તેને સાકર કરવા સતત પુરુષાર્થ કરતા રહેવું પડે છે. આપણને આપણા જ સપનાઓ બહુ યાદ પણ રહેતા નથી. પ્રાચિન સંસ્કૃતિમાં સપનાઓને દેવતાનો સંદેશો કહેવાતો હતો

Advertisement

સપના મેરા ટુટ ગયા આ  ફિલ્મ ગીતની જેમ આપણા જીવનમાં સપનાઓ તૂટતા જોવા મળે છે.   સામાન્ય રીતે આપણી 8 કલાકની ઉંઘના ચાર તબકકામાં આંખોનું હલનચલન, અર્ધનિદ્રા, ગાઢ અવસ્થા સાથે નોન-રેપિડ આઈમુવમેન્ટને સ્લીપ  કહેવામાઆવે છે, સપના જોવાનું કારણ આપણુ સુખ-દુ:ખ અને સારા નરસા પ્રસંગોના અનુભવો છે. આપણા માનસપટ પર  રમતી ઈચ્છાઓ કે સવારથી જ  સાંજની દિન ચર્યા ના પ્રસંગો સાથે સતત વિચારને કારણે લગભગ દરેકને સ્વપ્ન આવતા હોય છે આજે રાષ્ટ્રીય ડ્રીમ ડે છે. ત્યારે સદીઓથી તેની દુનિયા એક રહસ્ય  જેવી છે. દરેકના જીવન સાથે  સપનાઓને ઉંડો સંબંધ હોય છે. જયોતિષશાસ્ત્રમાં તેને ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડવામાં આવે છે. એક લોકવાયકા મુજબ ભવિષ્યમા બનનારી ઘટના આપણને પહેલા સપનામાં  આવતી હોવાનું મનાય છે. આપણા પરિવારજનોમાં જેની સાથે લાગણી  વધુ બંધાઈ  હોય તેના મૃત્યુબાદ તેના સપના વિશેષ  આવતા હોય છે.

T1 29

મૃગજળના અનુભવો સાથે સપનાના અનુભવની સરખામણી કરવાામ આવે છે. કોઈવાત કે વિચારનું સતત રટણ તેની આસપાસની વિગતોને લઈને સપનાઓ બવધુ આવે છે. સપનાએ કુદરતી અને જટીલ ઘટના છે. આજ સુધી તેનો કોઈ ચોકકસ હેતુ આધુનિક વિજ્ઞાન શોધી શકયો નથી. રાત્રે સુતી વખતે શરીરના મગજ સીવાય બધા અંગોને આરામ મળતોહોય ત્યારે  સતત વિચારો  ચાલવાની પ્રક્રિયાને  કારણે માણસ જે સંખતો હોય તે વિષયક સપનાઓ આવે છે. સપનાઓ સારા અને ખરાબ બંને આવતા હોવાથી ઘણીવાર તે વિષયક સપનાઓઆવે છે. સપનાઓસારાઅને ખરાબ બંને આવતા હોવાથી ઘણીવાર તે આપણી ઉંઘ પણ ઉડાડી દે છે. સપનાઓ આપણને રોમાંતિ પણ કરી દે છે, તે હંમેશા અલગ અલગ આવતા હોય છે. સપનાઓ આપણા આત્માને અભિવ્યકત કરે છે. તે આપણાં વ્યવહારો વિશે પણ ઘણીવાર વાતો કહી જાય છે. ઘણાની ઈચ્છાઓ અધુરી રહેવાથી તે  તમારી પાસે સપનાના માધ્યમ વડે મદદ માંગે છે, એવું પણ મનાય છે. સપનાઓઆવે તે કોઈ ચિંતાની વાત જ નથી.

ઘણા સપનાઓ શુભ-અશુભ  પણ માનવામાં આવે છે.  આપણું   સપના ઉપર કોઈ નિંયંત્રણ ન હોવાથી તે ગમે તેવા આવી શકે છે,એક વાત છેકે  તેને આપણાં વિચારો સાથે સંબંધ છે.  ઘણા લોકોને  ભગવાનના સપના આવતા હોય છે. તો નદી-તળાવ, જંગલો, પ્રાણીઓ વિગેરેના સપનાઓ આવે છે.એક વાયકા મુજબ  ફુલના સપનાઓ આવે તો  ભવિષ્યમાં સંપતિ મળવાનો શુભસંકેત  આપે છે. ગમે તેસપનાઓ હોય તેનો  તમારા ભૂતકાળ સાથે સીધો સંબંધજોવા મળે છે. સપના હંમેશા રાત્રે ઉંઘમાંજ આવે છેઅને વહેલી સવારે આવેલા સપનાઓ સાચા પડે તેવું પણ માનવામાં આવે છે. ઘણીવાર એવા સપનાઓ પણ આવે છે કે  જેનો આપણા જીવન  સાથે  કોઈ સંબંધ હોતો નથી.

T2 19

આપણી પરંપરાઓમાં તેને શુભ અશુભ સાથે  જોડીને ઘણી લોકવાયકા છે, જેમાં દરિયાના પાણીના સપનાને અશુભ તો ફુલના સપનાને શુભગણાય  છે. મોટાભાગના લોકો પોતાના સપનાઓ બીજા સાથે  શેર કરતા નથી, પણ જયારે કોઈ ઘટના નિર્માણ થાય તો તે વ્યકિત તેની વાત કરતી હોય છે. સપનાઓની ઉંચાઈ વ્યકિત તરીકે અને સામુહિક તરીકે આગલા સ્તર સુધી લઈ જવા ધ્યાન   કેન્દ્રીત કરે છે. આજના દિવસે દરેકને સકારાત્મક સપનાઓ જોવા અનુરોધ કરાયો છે.  વિશ્વના વિખ્યાત  ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરોન બીમાર પડતા તેને આરામ કરવો પડયો, જેમાંતેને સતત વિચારો  આવતા  તે ફિલ્મ ધ ટર્મિનેટર બનાવી હતી.

સપનાઓને સાચા પાડવા હોય તોતેને અનુસરવાની હિંમત   કેળવવી પડે છે. આજે પ્રેરણા,  પ્રતિબિંબની ઉજવણીનો  દિવસ છે. બાળથી મોટેરા બધાએ સપનાતો  આવે છે આ દિવસની સ્થાપના 2012માં  શિક્ષક અને  પરિવર્તનશીલ વ્યૂહરચના એઝીઓમાં એગ્વુનવુ દ્વારા  કરવામા આવી હતી. દરેક સ્વપ્નની શરૂઆત સ્વપ્ન દ્રષ્ટાથી  થાય છે. દરેક વ્યકિતને  દુનિયાને બદલવાની તાકાત ધૈર્ય, જુસ્સો આપેલો છે.  તેથી સપના જોવા નો તમામને હકક છે. ગરીબ હોય કે શ્રીમંત દુનિયામાં દરેકમા કોમન વાત એ છેકે દરેકને  સપનાઓ આવે છે.

T1 30

સપનાઓનું અર્થઘટન કેમ કરવું? દરરોજ રાત્રે વિશ્વનિંદ્રામાં હોય ત્યારે એક અતિ વાસ્તવ વિશ્વ આપણા મગજમાં પ્રગટ થાય છે. ભેદી રાત્રીના પ્રદર્શન વાત, વિચારો સદીઓથી માનવને આકર્ષે છે. સાવ નાનાકડું બાળક  ભર ઉંઘમાં પણ કયારેક તમને હસતુ જોવા મળે છે,ત્યારે આપણને અચરજ થાય છે, પણ તે પણ વિચારતું હોવાથી આ ઘટના નિર્માણ થાય છે. સપનાની દુનિયાને  જાણવા સમજવા ઉંડાણનું અધ્યયન જરૂરી છે.

આપણા મનને પ્રતિબિંબત કરે છે, લાગણીઓ અને ડર ને પ્રગટ કરે છે. ઉંઘની ગુણવતા સપનાને યાદ અને ભાવનાત્મક સુખાકારીને અસર કરે છે. સપનાઓ  આપણા માનસીક અનુભવો છે, જે ઉંઘ દરમ્યાન  જ થાય છે. જયારે આપણે સપના જોતા હોઈએ ત્યારે આપણું  મગજ અત્યંત  સક્રિય હોય છે. બંધ આંખોએ જોવાતા  સપનાઓની મીઠાસ પણ કંઈક ઔર રોમાચ પેદા કરે છે.

T3 13

આપણા અજાગૃત વિચારો અને લાગણીઓને કારણે તે  પ્રભાવિત થાય છે. સપનાઓનું  અર્થઘટન દરેક  વ્યકિતએ અલગજોવા મળે છે. સપનાઓ આપણા  મનનો અરાીસો છે. આપણી લાગણી અને માનસીક સ્વાસ્થ્ય તેની સાથે  ગુંથાયેલું  જોવા મળે છે. ઘણીવાર આપણાો તણાવ ચિંતા અને વણઉકેલાઈ લાગણીઓ સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થાય છે. તમારા સપનાને અધુરા  રહેવા દેવા માટે જીવન  ખુબ નાનું છે,  તેને સાકાર કરવા પ્રારંભ કરવા કયારેયમોડુ ન કરશો. આપણા બધાની સારી આવતીકાલ માટે આકાંક્ષાઓ અનેલક્ષ્યો છે. સપના સાકાર કરવા ઘણી બધી અડચણોનો  સામનો કરવો પડે છે.આ ગ્રહ પર રહેતો કોઈપણ માનવી સ્વપ્નથી બાકાત નથી દરેક સ્વપ્નમાં રહેલા ભવિષ્ય એક આશા છે. દરેક સ્વપ્ન દ્રષ્ટાની અંદર રહેલી સંભવિત  સંપત્તિ છે.સપનાઓ માનવ ક્ષમતાને બહાર લાવવાનો પ્રયાસ કરે છે.  એક નાનકડા સપના કે વિચારમાં દુનિયાને  બદલી નાંખવાની તાકાત હોય છે. સપનામાં તમે આ ગ્રહ ઉપર ગમે ત્યાં વગર  ખર્ચે જઈ શકો છો. આજના અબજોપતીઓ પણ બાળપણમાં સપનાઓ જ જોયા હશે.

T1 31

સ્વપ્ન સાથે જોડાયેલા કેટલાક જાણીતા ફિલ્મી ગીતો

મેરે સપને મેં આના રે સજના- રાજહઠ

તેરે મેરે સપને અબ એક રંગ હૈ  ગાઈડ

ખ્વાબ હો તુમ યા કોઈ હકકીકત- તીન દેવીયા

કહી બે ખયાલ હોકર યુ હી છુ લીયા કહી, ખ્વાબ દેખ ડાલે -તીન દેવીયા

સપને સુહાને લડકપન કે તેરે નૈનો મેં-બીસ સાલ બાદ

સપનો કા સોદાગર હું મેં…ટાઇટલ સોંગ

રાત કલી એક ખ્વાબ મેં આઈ -બુઢ્ઢા મિલ ગયા

જીંદગી ખ્વાબ હૈ -જાગતે રહો

રાતને કયા કયા ખ્વાબ દિખાયે…એક ગાવ કી કહાની

મેં તો ઈક ખ્વાબ હું  હરિયાલી ઔર રાસ્તા

સચ હુએ સપને તેરે -કાલા બજાર

સપને હૈ અપને કબ હુએ -નઈ રોશની

હમને જો દેખે સપને સચ હો ગયે  પરિવાર

મેને તેરે લીયે હી સાત રંગ કે સપને ચુને -આનંદ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.