Abtak Media Google News

પાણી નહીં તો મત નહી: ગ્રામજનો દ્વારા મતદાનનો કરાયો બહિષ્કાર

સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓ આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે ત્યારે છેલ્લા અનેક વર્ષોથી એકધારી સત્તા ભોગવતા સત્તાધારી પક્ષે અને ગામડાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરા પણ ફિકર ચિંતા કરી ન હોવાનું હાલમાં ચૂંટણી સમયે સામે આવ્યું છે ત્યારે અનેક ઉમેદવારો સામે પણ અસંતોષની લાગણી ફેલાઈ છે આમ છતાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના અનેક ગામડાઓ આજે સમસ્યાઓનો ભોગ બન્યા છે અને આજે  જ્યારે , આજે પણ અનેક ગામડાઓ સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે હાલમાં ગામડાઓમાં પણ આ વખતે ચૂંટણીમાં ઠેર ઠેર બહિષ્કારોને ચીમકી આપી છે અને કોઈપણ રાજકીય પક્ષે પોતાના ગામમાં પ્રવેશ ન કરવાની અનેક ગામડાઓ એ હાલમાં ચીમકી ઉચ્ચારી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળીયા વદર ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી ગંભીર પાણીની સમસ્યા સર્જાયેલી છે.

1668490446297

અનેકવાર મુખ્યમંત્રી તેમજ પંચાયતના સરપંચ તેમજ ધારાસભ્યોને અનેક વાર આ અંગેની રજૂઆતો ફરી હોવા છતાં પણ આ પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા હાલમાં રાવળીયાવદરના ગ્રામજનોએ મીડિયા સમક્ષ હાલવી અને પોતાની પીવાના પાણીની સમસ્યા અંગેનો ચિતાર આપ્યો છેધાંગધ્રા તાલુકાના રાવળીયા વધાર રામપરા ગામ સહિત ખેતીલાયક સિંચાઈના પાણી તેમજ પીવાના પાણીની સમસ્યાથી લોકો પોકારી ઊઠ્યા ત્રાહીમામ,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર રામપરા સહિત ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીથી લોકો આજની તારીખમા પણ વલખા મારી રહ્યા છીએ ખાસ કરીને વાત કરીએ તો ધાંગધ્રા તાલુકામાં મોટાભાગે નર્મદા કેનાલના પાણીથી ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઈ છે પરંતુ 31 ગામોમાં સિંચાઈના પાણીના મળવાથી આજે ખેડૂતોને કરવાનો વારો આવ્યો છે ધાંગધ્રા તાલુકાના રાવણીયાવદર રામપરા સહિત અનેક ગામોમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે કફોડી હાલત બની છે.

જેને હિસાબ ખેડૂતોને શિયાળુ પાક લેવામાં મુશ્કેલી સામે આવી રહી છે હાલ શિયાળો સિઝનમાં ઘઉં થાણા સહિતની ખેતી ની સિઝન હોય પરંતુ અપૂરતા પાણીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે નર્મદાના પાણી સિંચાઈ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આપે જેથી કરીને  શિયાળુ પાકનું વાવેતર કરી શકાય.

1668490446276 1

પ્રસંગ હોય તો વાડીના કુવામાં  પાણી લેવા માટે જવું પડે

કોઈપણ વ્યક્તિને ત્યાં લગ્ન કે પ્રસંગ હોય કે માતાજીનો માંડવો હોય ત્યારે કોઈના ખેતરમાં કૂવામાંથી ટ્રેક્ટર લઈ અને પાણીના ફેરા કરવા પડે છે તેવી હાલમાં આ ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે ચોમાસુ અને શિયાળુ અને ઉનાળામાં તો ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ ચૂંટણીમાં પાણી સમસ્યાનો ઉકેલ આવે તો તમામ રાવરીયાવદર ગામના ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર સાથે મતદાનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.

શાળાએ જતા બાળકોએ પાણીનો સમય સાચવવો પડે

મહિલાઓ વધુ વિગત આપતા જણાવી રહી છે કે અમારા ગામમાં જ્યારે પાણીનો સમય આવે ત્યારે ફરજિયાત દરેક પરિવારની બહેનોને અને દીકરીઓને લાઈનમાં ઊભા રહે ત્યારે પાણી પ્રાપ્ત થાય છે જે આ તસવીરમાં આપ લાઇનમાં ઊભેલી મહિલાઓને પણ જોઈ શકો છો ત્યારે બહેનો વધુ જણાવી રહી છે કે જ્યારે પાણીનો સમય હોય ત્યારે અમારે અમારી બાળાઓને શાળાએ પણ ન મોકલવી અને પાણી માટે લાઈનમાં ઉભી રાખવાનો સમય આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.