Abtak Media Google News

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા

દર વર્ષે ઓકટોબર મહિનાના પહેલા અઠવાડિયાને વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્યમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા પણ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્રાંગધ્રા એસ.પી.જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરની અલગ અલગ આઠ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યાં હતાં.

વન્ય પ્રાણીને બચાવવા તેમજ પર્યાવરણની જાણવણી કેવી રીતે કરવી તે માટેનું માર્ગદર્શન ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક દ્વારા આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કવીઝ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વન્ય જીવો ઉપરના સવાલો પૂછવામાં આવ્યા હતા. યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વન્ય જીવ વિશે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Screenshot 1 23

જિલ્લામાં આવેલ કચ્છના નાના રણની અંદર ઉગતી વનસ્પતિ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સાથે પર્યાવરણની જાળવણી કરવાનું માર્ગદર્શન તેમજ રણમા ઉગતી વનસ્પતિ માટેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક RFO ,કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર નગરપાલિકા પ્રમુખ,ઉપ પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.