Abtak Media Google News

નબળા પાટા હોવાનું ધ્યાને આવતા ડ્રાઈવર સિંહે ટ્રેન તૂરંત રોકી લીધી હતી

તાજેતરમાં નાગપુર-મુંબઈ દુરંતો એકસપ્રેસ પાટા પરથી ખડી પડી હતી. જેમાં ૧૨૦૦ લોકો સવાર હતા હાલ તો આ અકસ્માત ભારે વરસાદથી ભૂસ્ખલનના કારણે થયો હોવાનું કહેવાય છે. અલબત સાચુ કારણ શોધવા તપાસ થઈ રહી છે. પરંતુ રવિન્દ્રસિંહ નામના ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે અકસ્માતમાં ૧૨૦૦ લોકોના જીવ બચી ગયા હતા.આ ઘટના સવારે ૬.૩૦ ના સમયે અસાનગાઉ અને વસંદ રેલવે સ્ટેશનની વચ્ચે બની હતી ડ્રાઈવર સિંહે જણાવ્યું હતુ કે ટ્રેનના પાટા નબળા હોવાના કારણે ટ્રેનની સ્પીડ ઓછી કરી ત્યારબાદ ટ્રેન રોકી દેવામાં આવી હતી કારણ કે તે દરમ્યાન ચોમાસાને લઈને ટ્રેકમાં કામગીરી શ‚ હતી ત્યાં ભુસ્ખલનથી પહાડ પરનો ટુકડો ખરી પડતા પ્રાકૃતિક આપદા સર્જાઈ હતી.  જોકે કોઈ જાનહાની સર્જાઈ ન હતી,.પરંતુ છેલ્લા ૩ મહિનામાં ઘણા ટ્રેન એકસીડેન્ટ સર્જાયા છે. અકસ્માતના બે કલાક સુધીમાં જ‚રી સામગ્રી, અને બધાજ મુસાફરો ઘટના સ્થળનું ગામ વાહેવલી ગામડામાં ઉતરી ગયા હતા તો ગામના લોકોએ પણ તેમનો સાથ આપ્યો હતો. અને મુસાફરોએ ચા-નાસ્તા જેવી સુવિધા માટે મદદ કરી હતી. સરકારી આદેશ મુજબ સર્બબન ટ્રેન સર્વીસ કસારા અને કલ્યાણ સ્ટેશનોની લાંબા ‚ટની ટ્રેનો ખરાબ ટ્રેકને કારણે બંધ કરવામાં આવશે.સેન્ટ્રલ રેલવે અધિકારી સુનિલ ઉદાસીએ ટ્રેનના ડ્રાઈવરના વખાણ કર્તા કહ્યું હતુ કે, તેમણે ઈમરજન્સી બ્રેકનો ઉપયોગ કરી સરાહનીય કામગીરી કરી છે.ટ્રેનના એક મુસાફર રાજેન્દ્ર સંતોષવારનું કહેવું છે કે અકસ્માતનો સમય વહેલી સવારનો હતો. તેથી વધુ પડતા મુસાફરો સુતા હતા તેમને ઘટનાની જાણ કરવી અને ઉઠાડવા એક પડકાર હતો. ઉલ્લેખનીય છે કે કોઈ પ્રકારની જાનહાની થઈ નહતી. પરંતુ જેઓ એ.૧ કોચના ઉપરનાં કમ્પાર્ટમેન્ટ સુતા હતા. તેઓ નીચે પડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.