Abtak Media Google News

મેંગ્લોરથી ભારતીય કુળના બે જંગલી શ્ર્વાન ઝુમાં લવાશે

કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્ક ખાતે કુલ રૂ. 15.46 લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલી બે બેટરી કારનું લોકાર્પણ તથા રૂ.57.23 લાખના ખર્ચે બનાવવામાં આવનાર વાઈલ્ડ ડોગ પિંજરાનું ખાતમુહુર્ત  વાહન વ્યવહાર અરવિંદભાઈ રૈયાણીના  હસ્તે કરવામાં આવ્યું. હતુ તેઓએ ખૂદ આ કાર ચલાવી હતી.

બેટરી કાર 11 સીટરની સુવિધા ધરાવતી, 110 કિલો લોડીંગ કેપેસિટી, વધુમાં વધુ સ્પીડ 25 કી.મી., આ બે બેટરી કાર કરતા કુલ 8 બેટરી કાર પ્રધુમન પાર્ક (પ્રાણી ઉદ્યાન)માં મુલાકાતીઓની સુવિધા માટે મુકવામાં આવેલ છે. જેમાં 6 સીટની બે, 11 સીટની 4 અને 14 સીટની 2 બેટરી કાર ઝૂમાં આવતા લોકોની સુવિધા માટે ખરીદ કરેલ છે. વર્ષ 2021-22 દરમ્યાન 5.63 લાખ જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધેલ છે. આ ઉપરાંત વાઈલ્ડ ડોગ પિંજરુ તૈયાર થયા બાદ મેંગલોરથી ભારતીય કુળના જંગલી શ્વાન લાવવામાં આવશે.

ભારતીય જંગલી શ્વાનને ઢોલ તરીકેપણ ઓળખવામાં આવે છે. એ મધ્ય, દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાના વતની છે. ભારતીય જંગલી શ્વાન એક આકર્ષક, લાલ-ભુરો મધ્યમ કદનો શ્વાન છે જે લગભગ 20 ઇંચ જેટલો ઉંચો હોય છે તેની કાળી પૂંછડી દોઢ ફુટ જેટલી લાંબી હોય છે.  આ પ્રજાતિઓ 2-25 ની સંખ્યામાં જૂથમાં રહે છે.  ભારતમાં કદાચ સૌથી વધુસંખ્યામાં જંગલી શ્વાન છે, જે ત્રણ મુખ્ય લેન્ડસ્કેપ્સ- પશ્ચિમ ઘાટ, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વ ભારતમાં વ્યાપકપણે જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં, જંગલી શ્વાન જોવા મળતા નથી.  હાલ ગુજરાતમાં માત્ર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જ જંગલી શ્વાન જોવા મળે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન, પીલીકુલા પ્રાણીઉદ્યાન, મેંગ્લોરથી ભારતીય જંગલી શ્વાન લાવી રહ્યું છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા,  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચા ચેરમેન અનિતાબેન ગોસ્વામી, ડે.કમિશનર આશિષકુમાર, વોર્ડ નં.5ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, હાર્દિકભાઈ ગોહિલ, દિલીપભાઈ લુણાગરિયા, વોર્ડ નં.6ના કોર્પોરેટર ભાવેશભાઈ દેથરીયા, મંજુબેન કુગશીયા, દેવુબેન જાદવ, વોર્ડ નં.5ના પ્રભારી રમેશભાઈ અકબરી, વોર્ડ નં.6ના પ્રમુખ ઘનશ્યામભાઈ કુગશીયા તેમજ સંગઠનના હોદેદારો રત્નાભાઈ રબારી, દુષ્યંતભાઈ સંપટ, મનસુખભાઈ જાદવ, ગૌતમભાઈ ગોસ્વામી તેમજ મ્યુનિ.સેક્રેટેરી એચ.પી.રૂપારેલીયા, ઈ.ચા.ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ જાકાસણીયા, એડી.સિટી. એન્જીનીયર પી.ડી.અઢીયા, ડે.એન્જીનીયર શ્રીવાસ્તવ, આસી.મેનેજર અને પી.એ.ટુ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી મોલીયા, લખતરીયા, પી.એ.ટુ ડે.મેયર એચ.જે.વ્યાસ વગેરે ઉપસ્થિત  રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.