Abtak Media Google News

દવાઓના ભાવને નિયંત્રણમાં રાખવા અનેક પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે સતત પાંચમી વખત 127થી વધુ દવાઓના ભાવમાં ઘટાડો નોંધાશે. દવાઓના ભાવ પર સતત નજર રાખતી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ પેરાસીટામોલ અને બીપી, અને ડાયાબીટીસ નિવારવા સહિતની ઘણી મહત્ત્વની દવાના ભાવમાં ઘટાડો કરવામા આવશે.

પેરાસીટામોલ, રેબેપ્રોઝલ, મેટાફોરમીન, સહિત 127 દવાઓના ભાવ ઘટશે

તાજેતરના નોટિફિકેશનમાં એનપીપીએ દ્વારા  એન્ટિબાયોટિક ડોક્સિસાઇક્લિન સહિતની દવાઓના ભાવની ટોચમર્યાદા નિર્ધારિત કરી છે અને નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સની યાદીમાં સામેલ 127 દવાની ટોચમર્યાદામાં ફેરફાર કર્યો છે. દવાઓની યાદીમાં પેરાસીટામોલ, એમોક્ષસિલિન, રાબેપ્રાઝોલ, મેટાફોરમીન સહિતની દવાઓનો સમાવેશ થયો છે. આ દવાઓ મુખ્યત્વે શરીરમાં કળતર , બીપી અને ડાયાબીટીસને કાબુમાં લેવા ઉપયોગી છે જેનો વધુ પ્રમાણમાં લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

ન્યુમોનિયામાં ઉપયોગમાં લેવાતી મોક્ષીફલોકસેસીન 400 એમજી દવાનો ભાવ 22.8 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે મેટામોરફિન 500 એમજી દવા જે ટાઈપ બે ડાયાબીટીસના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેનો ભાવ 1.8 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્ અને ડ્રજીસ્ટના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આ પગલું અત્યંત ઉપયોગી નીવડશે લોકોના હિતમાં લેવાયેલો નિર્ણય છે. એનપીપીએ દ્વારા નોટિફિકેશનમાં બહાર પાડવામાં આવ્યું છે  કે, દવાઓની ટોચમર્યાદા અને દર્શાવેલા નિયમોનું  પાલન નહીં કરનારા ઉત્પાદકોએ ડ્રગ્સ (પ્રાઇસિસ કંટ્રોલ) ઓર્ડર, 2013 હેઠળ વધારાના ભાવની રકમ વ્યાજ સહિત જમા કરાવવાની રહેશે. એનપીપીએ દ્વારા નોટિફાય કરેલી 127 દવાની ટોચમર્યાદા નિર્ધારિત કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.