Abtak Media Google News

સમરસતા દિનએ સમતાના મેરૂ એવા પ્રમુખસ્વામી મહારાજને જન્મશતાબ્દીએ મહાનુભાવો શ્રધ્ધાંજલી અર્પણ કરો

લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાઇટીંગ ગાર્ડન સહિતની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘સમરસતા દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં ભારતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

‘સમત્વમ્ યોગ ઉચ્યતે’- ગીતાની આ ઉક્તિના મૂર્તિમંત સ્વરૂપ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય વિષયક વિશિષ્ટ પ્રસ્તુતિમાં આજે દર્શાવવામાં આવ્યું કે દેશ-વિદેશ, ગરીબ-અમીર, નાત-જાત, શિક્ષિત- અશિક્ષિતના ભેદ જોયા વગર પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઈને અપનાવ્યા. બધામાં ભગવાન જોવાની દ્રષ્ટિ પ્રમુખસ્વામી મહારાજની સમરસતાનું મુખ્ય કારણ હતું. તેમની આ દ્રષ્ટિ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રમુખ પરિબળ બની રહી.

Screenshot 7 16

ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોતાના જીવનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કથિત સમત્વ યોગ જેમણે સિદ્ધ કરી લીધો હતો એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ ભક્તિસંગીત દ્વારા વિશિષ્ટ અંજલિ આપવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજના સમતાથી યુક્ત જીવનકાર્યને  પૂ.આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ ‘સમરસતાના શિખર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ પ્રવચન દ્વારા ઉજાગર કર્યું હતું.

‘પછાતોના પ્રેમછત્ર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિડિયો પ્રસ્તુતિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની સમત્વની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું દર્શન કરાવવામાં આવ્યું તથા કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં અનેકવિધ સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક આગેવાનો ઉ5સ્થિત રહ્યાં હતાં.

બીએપીએસના આદર્શજીવન  સ્વામીએ “સ્વદુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે” એવું પ્રમુખસ્વામી મહારાજનું જીવન હતું.

2001 માં ભુજમાં ભૂકંપ આવ્યા પછી તાત્કાલિક ધોરણે 409 ગામો અને 107 જેટલા શહેરી વિસ્તારોમાં પ્રમુખસ્વામી મહારાજની કરૂણા ગંગા વહેતી થઈ ગઈ હતી તે આવનારી સદીઓ સુધી સમાજ નહિ ભૂલે અને લોકોએ સ્વીકાર્યું હતું કે ,”પ્રમુખસ્વામી મહારાજ ના હોત તો અમે ઊભા ના થઈ શક્યા હોત.

શુક્લપક્ષના ચંદ્રની જેમ આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હરિભક્તોનો પ્રવાહ વધતો જાય છે તેની પાછળનું કારણ પ્રમુખસ્વામી મહારાજની સમરસતા છે કારણકે તેમને હંમેશા નાત-જાતના ભેદભાવ વગર પરોપકારના કાર્યો કર્યા છે.

પ્રમુખસ્વામી મહારાજે દરેકને તેમની જાતિ અને જ્ઞાતિથી ઓળખતા નહોતા પરંતુ માણસ તરીકે જ ઓળખતા હતા અને ઝાંઝરકાનાં સવૈયાનાથ આશ્રમમાં પધરામણી કરીને આ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ત્યાંના મહંત બળદેવદાસજી મહારાજે પણ સ્વીકાર્યું હતું.ડોક્ટર વિજય પાટીલ, ડી.વાય પાટિલ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજે આ મહાનુભાવો વચ્ચે મને બેસવાની તક મળી છે.

Screenshot 8 16 આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને એ મનાય છે કે દિવ્ય શક્તિ વગર આ શક્ય નથી અને આ નગરને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી કારણકે આ દિવ્ય અજાયબી સમાન નગર છે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને દિવ્યતા જ જોવા મળે છે અને આ સંસ્થાએ નિર્માણ કરેલા મંદિરો એ વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહજી રાજપૂતએ જણાવ્યું હતું કે આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાની તક મળી. પ્રમુખસ્વામી મહારાજે એટલે શાંત, સરળ અને દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ.માનવજીવન માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવાનો આ ઉત્તમ અવસર છે અને તેમનું દિવ્ય સાનિધ્ય મને 3 વાર પ્રાપ્ત થયું છે.સિદ્ધપુરમાં બિંદુ સરોવર આગળ મને  પ્રમુખસ્વામી મહારાજે મને ધબ્બો આપીને આશીર્વાદ આપેલા એ મને આજે પણ યાદ આવે છે અને તેમની દિવ્યતા મને આજે પણ અનુભવાય છે.મોહન ભાગવત  – સર સંઘચાલક – આર એસ એસએ જણાવ્યું હતું કે સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે.અદ્ભૂત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે અને પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો અને સંદેશો સરળતાથી સમજાવામાં આવ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજે ખુદ ઉચ્ચ જીવન જીવીને બતાવ્યું છે અને આપણને પણ એવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. પ્રમુખસ્વામી મહારાજના દર્શાવેલા પથ પર આપને ચાલીશું તો સમાજમાં સમરસતાનું દિવ્ય વાતાવરણ સર્જાશે કારણકે તેમને નાત જાતના ભેદભાવ વગર દરેક મનુષ્યને બોલ્યા વગર પ્રેમ આપ્યો છે.પ્રમુખસ્વામી મહારાજની આંખોમાંથી પોતાનાપણું જોવા મળતું હતું  અને મને એમને 4-5 વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આજે તેમની મૂર્તિમાંથી આજે પણ પોતાનાપણું જોવા મળે છે અને એક નજરથી માણસના તમામ દોષો દૂર કરી નાખે એવી તેમની દૃષ્ટિ હતી. “પ્રમુખસ્વામી મહારાજ મારા છે” એવું દરેક માણસ ને લાગતું હતું કારણકે તેઓ દરેક માણસમાં ભગવાન જોઈને તેમને પ્રેમ આપતા હતા.

બીએપીએસ સંસ્થાના મહંત સ્વામીએ નગરમાં પ્રદર્શનો નિહાળ્યો

આજરોજ રાત્રે બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી પણ પ્રમુખસ્વામી નગરમાં આવ્યા હતા. વિવિધ સિક્યુરિટી વચ્ચે એસ્કોર્ટ કાર સાથે સ્વામીનું આગમન થયું હતું ત્યારે બંને સાઈડ તરફ ભક્તજનો દ્વારા જય સ્વામિનારાયણના ઉત્કર્ષ સાથે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ પ્રમુખસ્વામી નગરમાં વિવિધ પ્રદર્શન નિહાળ્યા હતા.

પ્રમુખસ્વામી નગરનો રાત્રિનો અલૌકિક નજારો

પ્રમુખસ્વામી નગરમાં રાત્રિનો અનેરો નજારો જોવા મળે છે વિવિધ લાઇટિંગ ગાર્ડનોમાં અલગ અલગ પ્રકારની એલઇડી થી નિર્માણ કરેલ વિવિધ કૃતિઓ જુદા જુદા સંદેશો આપે છે આ રીતના બ્લો ગાર્ડન વિશ્વમાં એકમાત્ર દુબઈ ખાતે હોય છે વિવિધ લાઈટો કલરફુલ કૃતિઓ સાથે સાઈડમાં સંદેશના બોર્ડ સાથે લેખન પણ જોવા મળેલ હતું. બંને લાઇટિંગ ગાર્ડનની સામે અક્ષરધામની પ્રતિકૃતિ સમૂહ મંદિર જો તરફથી ગોલ્ડન લાઈટ થી ખૂબ જ આકર્ષક લાગી રહ્યું હતું.

લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં 30,000 જેટલા લોકો જોડાયા

લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 30,000 જેટલા લોકો જોડાય છે. સાંજે અંધારા પછી આ શો યોજવામાં આવે છે. જેમાં વિવિધ સંદેશાઓ સાથે ઘર સભા વ્યસન મુક્તિ સંસ્થાના વિવિધ કાર્યો સુંદર મજાને વિશાળ એલઇડી ફિલ્મ પર નાટ્ય સાથે નિરૂપણ ફિલ્મ બતાવવામાં આવે છે સુંદર લાઇટિંગ વિશાળ સ્ટેજ અને શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થા આ લાયક સાઉન્ડ સોનું આકર્ષણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.