Abtak Media Google News

૧લી મે થી દુધના ખરીદભાવ પ્રતિકિલો ફેટના ₹.૬૫૦ ચૂકવાશે: ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાની જાહેરાત

રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ દૂધના ખરીદભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. ૧લીમેથી અમલમાં આવે તેરીતે દુધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે ‚ા.૨૦નો ધરખમ ભાવવધારો કરીને ‚ા.૬૫૦ ભાવ ચૂકવવાની મહત્વની જાહેરાત કરી છે.

પ્રવર્તમાન અછતગ્રસ્ત પરિસ્થિતિમાં આ મહત્વના નિર્ણયથી જીલ્લાનાં હજારો દૂધ ઉત્પાદકોને સીધી રીતે અને સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાનાં દુધ ઉત્પાદકોને આડકતરી રીતે લાખો ‚પીયાનો ફાયદો થશે તેવી આશા દૂધ સંઘના અધ્યક્ષશ્રીએ વ્યકત કરી છે.

સંઘ ગત વર્ષે આજ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ ‚ા.૫૫૦ ચૂકવતું હતુ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ પ્રતિ કિલો ફેટે ‚ા.૧૦૦ વધુ ચૂકવે છે. સામાન્ય રીતે ખેતીની દરેક જણસોનાં ભાવમાં સતત ઘટાડો થતો જાય છે. ત્યારે દુધ એક માત્રના ખરીદભાવમાં સતત વધારો થતો રહ્યો છે. તેના મુખ્ય કારણોમાં સહકારી સંગઠન અને લોકપ્રીય અને વિશ્ર્વાસપાત્ર ‘અમૂલ’ બ્રાન્ડ છે. તેવું સંઘના મેનેજીંગ ડીરેકટર એ.સી.સીન્હાએ જણાવેલ હતુ.

આ ભાવ વધારાથી ગામડે બેઠા દૂધ ઉત્પાદકોને મંડળી મારફત ભેંસના દૂધના ૯.૫ ફેટના . ૬૧.૨૮, ૯ ફેટના ‚. ૫૮.૦૫, ૮.૫ ફેટના ‚ા.૫૪.૮૩, ૮ ફેટના ‚ા. ૫૧.૬૦લ ૭.૫ ફેટના ‚ા. ૪૮.૩૮, ૭ ફેટના ‚ા.૪૫.૧૫, ૬.૫ ફેટના ‚ા.૪૧.૯૩ અને ૬ ફેટના ‚ા. ૩૮.૭૦ પ્રતિ લીટરના ચૂકવવામાં આવશે જયારે ગાયના દૂધના ૪.૯ ફેટના ‚ા. ૩૨.૨૫, ૪.૬ ફેટના ‚ા.૩૧.૨૮, ૪.૩ ફેટના ‚ા. ૩૦.૩૨,૪ ફેટના ‚ા. ૨૯.૩૫ અને ૩.૫ ફેટના ‚ા. ૨૭.૭૪ પ્રતિ લીટરના ચૂકવવામાં આવશે. જે ગામમાં સહકારી દુધ મંડળી કાર્યરત નથી. તેવા ગામમાં સહકારી દુધ મંડળી શ‚ કરવા માટે રાજકોટ દુધ સંઘનો સંપર્ક કરવાનું રાજકોટ દુધ સંઘના અધ્યક્ષશ્રીએ ખાસ જણાવેલ છે. સાથોસાથ દુધ ઉત્પાદકો મંડળીમાં સ્વચ્છ, શુધ્ધ, અને ભેળસેળ રહિત દુધ ભરે તેવો સંઘનો આગ્રહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.