Abtak Media Google News

રૂ.૫૦૦૦ના બદલે હવે રૂ.૧૦,૦૦૦ સહાય ચુકવવાની ચેરમેન જયેશભાઈ રાદડિયાની જાહેરાત

શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ.સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક દ્વારા બેંક સાથે જોડાયેલ બેંકની સભાસદ તથા નામજોગ સભાસદ ખે.વિ.મંડળી મારફત તથા બેંકના નામજોગ સભાસદ બની નિયમિત કે.સી.સી. ધિરાણ મેળવતા સભાસદોને કીડની, પત્થરી, પ્રોસ્ટેટ, કેન્સર, હાર્ટ એટેક, પેરેલીસીસ તથા બ્રેઈન હેમરેજ જેવા રોગોમાં મેળવેલ સારવારમાં થયેલ ખર્ચ સામે બેંક તરફથી રૂ.૫૦૦૦/-ની સહાય ચુકવવાનું ધોરણ છે.

આ અંગે બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ ખેડુતોના દુ:ખમાં સહભાગી થવા આવી સહાયમાં વધારો કરવા લાગણી દર્શાવતાં બોર્ડ ઓફ ડિરેકટર્સ સહર્ષ સ્વીકારી રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચુકવવા નિર્ણય થતા તા.૧૮/૪/૧૮ના રોજ હેમુગઢવી હોલ-રાજકોટ ખાતે રાજકોટ તથા મોરબી જિલ્લાની ખેતી વિષયક મંડળીઓના પ્રમુખ, મંત્રીઓ તથા બ્રાંચ મેનેજરોની ધિરાણ અને વસુલાત અંગે માર્ગદર્શન અંગેની મળેલ મીટીંગમાં બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રૂ.૧૦,૦૦૦/-ની રોગ સહાયની જાહેરાત કરેલ.

શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની ૧૮૮ શાખાઓ મારફત રૂ.૪૩૦૫ કરોડની થાપણો એકત્ર કરી રૂ.૩૨૦૪ કરોડનું ધિરાણ કરેલ છે અને ખેડુતોને રૂ.૨૦૫૧ કરોડ જેવું કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે. મંડળી મારફત ખેડુતોને લોન આપી સબસીડીવાળા રૂરલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવે છે, બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ.૧૦.૦૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. બેંક છેલ્લા ૪૬ વર્ષથી આ બેંક ઓડિટ વર્ગ ‘અ’ ધરાવે છે અને સભાસદોને ૧૫% ડિવિડન્ડ ચુકવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.