Abtak Media Google News

સુર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘના છે જેમાં સુર્યનો પ્રકાશ અવરોધાય છે. અને પૃથ્વી પર અંધારૂ છવાય છે તે ત્યારે થાય છે જયારે પૃથ્વીનો કોઇપણ ચંદ્ર હેઠળ છાયામાં પડેલો હોય છે જે સુર્યપ્રકાશને સૂર્ય પ્રકાશને સઁપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જયારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સુર્યગ્રહણ થાય છે.

સુર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટનાને ખગોળશાસ્ત્ર તેમજ ધર્મ અને જયોતિષશાસ્ત્રમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2023માં કુલ ચાર સુર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ છે જેમાંથી  એક સુર્યગ્રહણ અન એક ચંદ્રગ્રહણ થઇ ચુકયું છે. હવે આગામી સુર્યગ્રહણ ઓકટોબર મહિનામાં જ થશે આ વર્ષ બીજું અને છેલ્લુ સુર્યગ્રહણ છે જે 14 ઓકટોબરે થશે. આ કંકણા કૃત સુર્યગ્રહણ હશે અને અશ્ર્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે થશે.

14મીએ સુર્ય ગ્રહણ અને ર8મીએ ચંગ્ર ગ્રહણ સર્વપિત્તૃ અમાવસ્યાએ થનાર સુર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી

વર્ષનું બીજ સુર્યગ્રહણ 14 ઓકટોબર શનિવારના રોજ થશે આ દિવસે અશ્ર્વિન મહિનાની અમાવસ્યા તિથિ હશે શનિવારે આવતી અમાવસ્યાને શનિ અમાવસ્યા કહેવાય છે. એટલે કે વર્ષનું છેલ્લુ સુર્યગ્રહણ શનિ અમાવસ્યાના દિવસ 14 ઓકટોબરની રાત્રે 8.34 વાગ્યે શરુ થશે અને મઘ્ય રાત્રિએ 02.25 વાગ્યે સમાપ્ત થશે આ સુર્યગ્રહણ ક્ધયા અને ચિત્રા નક્ષત્રમાં થશે.

ભારત પર વર્ષના છેલ્લા સુર્યગ્રહણની અસર વર્ષનું બીજું અને છેલ્લુ સુર્ય ગ્રહણ ભારતમાં દેખાશી નહી તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે નહી. વર્ષનું બીજુ સુર્ય ગ્રહણ બ્રાઝિલ, પરાગ્યે જમૈકા, રૈભ, અમેરિકા, ચીલી, ડોમિનિકા, બહામાસ, કેનેડા આર્જેન્ટિના, કોલંબીયા, કયુબા, બાબોડોસ, એન્ટગુઆ વગેરે દેશોમાં દેખાશે જો કે સુર્યગ્રહણ તો સુતક સમયગાળો ગ્રહણ ના અંત સાથે સમાપ્ત થાય છે. સુતક કાળમાં પુજા પાઠ સહિત કોઇપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે.

આ સુર્યગ્રહણ કંકણા કૃતિ સુર્યગ્રહણ થશે જયારે ચઁદ્ર સુર્યની મઘ્યમાં આવે છે ત્યારે સુર્યગ્રહણ દરમ્યાન એક રીંગ રચાય છે. આન વલયાકાર અથવા કંકણા વૃત્તિ સુર્યગ્રહણ કહેવામાં આવે છે. આ સુર્યગ્રહણ ની સૌથી વધુ અસર મેષ, કર્ક, તુલા અને મકર રાશિવાળા લોકો પર પડશે  તેવી આ રાશિના લોકોએ ગ્રહણ સમયગાળા દરમિયાન સાવધાને રહેવું તેઓએ કોઇ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઇએ તેમજ મુસાફરી કરવાનું ટાળવું જોઇએ. ર8મી ઓકટોબરના રોજ ચંદ્રગ્રહણ થશે હિદુ કેલેન્ડર મુજબ આ વખતે એક મહિનામાં બે ગ્રહણ થવાના કારણે તમામ 1ર રાશિઓ પર શુભ અને અશુભ બન્નેની અસર જોવા મળશે.

પખવાડીયામાં સર્જાનાર બે ગ્રહણ દુનિયામાં મહાભારત જેવી સ્થિતિ સર્જે તો નવાઇ નહિ તેવું જયોતિષ રાજદીપ શાસ્ત્રીએ જણાવ્યું હતું. ભય, કુદરતી અને માનવ સર્જિત આફતો અનેક દેશ દુશ્મન દેશ પર લાલ આંખ કરે કે આક્રમણ કરે એવી સંભાવના નકારી શકાતી નથી વર્તમાન ગ્રહ ગોચરમાં મેષ રાશીમાં ગુરુ અને રાહુની યુતિ ચાલી રહી છે. તા. 30મી ઓકટોબરે રાહુ મીન રાશીમાં પ્રવેશ કરશે તા.4 થી નવેમ્બરે શનિ મહારાજ કુંભ રાશિમાં માર્ગી થશે જયારે સુર્ય તુલા રાશિમાં આવશે.

પખવાડીયામાં સર્જાનાર બે ગ્રહણ કોઇપણ દેશમાં આર્થિક કટોકટી સર્જાશે શેરબજારમાં પણ મોટો ઉતાવ-ચઢાવ જોવા મળશ એટલું જ નહિ નવરાત્રિ દરમિયાન વરસાદના યોગ નકારી શકાતા નથી.

પાંચ રાશિના જાતકને અશુભ પ્રભાવથી મુકત થવા હનુમાન ચાલીસાના પાઠ રામબાણ

પખવાડીયામાં સર્જાનાર બે ગ્રહણની અસર મિથુન, કુંભ અને વૃશ્ર્ચિક રાશિ માટે શુભકારક, વૃષભ, સિંહ અને ધન માટે મઘ્યમ તુલા, મીન, મેષ, મકર અને ક્ધયા રાશિના જાતકોએ અશુભ પ્રભાવથી મુકત થવા ભગવાન શ્રી વિષ્ણુની ભકિત કરવા ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ રામબાણ નિવડશે તેમ જ શરદ પુનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શરદ પુનમ દુધ પૈવા નહિ ધરવામાં આવે તેમ જ ગરબા પણ રમી શકશે નહીં તેવું શાસ્ત્રી જયોતિષ રાજદીપ શાસ્ત્રી દ્વારા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.