Abtak Media Google News

શિક્ષકોથી લઈ ડોકટરો ડમી: ડુપ્લીકેટ સર્ટીફીકેટની પણ બોલબાલા

ગુજરાતમાં શિક્ષણ જગત માટે ચિંતા જનક રીતે ડમી સ્કૂલોનો વેપાર ચાલી રહ્યો છે. રાજ્યમાં ડમી ડોક્ટરો અને ડમી શિક્ષકોની પણ વ્યાપક ફરિયાદો સામે આવી છતાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે. સીસીસીપ્લસ ના ડુપ્લીકેટ સર્ટીફીકેટ, એસઆઈના ડુપ્લીકેટ સર્ટીફીકેટ, ગુણસુધારણા કોભંડો, ડમી કાંડ અને શાળા, કોલેજ, યુનીવર્સીટી અને સરકારી ભરતીમાં પેપર લીક દ્વારા કોરોડો રૂપિયાનો વેપાર એ ભાજપ સરકારની ઓળખ બની છે. રાજ્યમાં રોજ નીતનવા કૌભાંડોની હારમાળા વચ્ચે લાંબા સમયથી વિવિધ ક્ષેત્રમાં ચાલતા ડમી અને ડુપ્લીકેટના ધમધમતા વેપલા અંગે ભાજપ સરકારના ભેદી મૌનની સીલસીલાબંધ હકીકતો સાથે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં કૌભાંડોની હારમાળામાં એક જ પ્રકારે દેખાય છે અને તે છે ડમી અને ડુપ્લીકેટની બોલબાલા…! રાજ્યમાં શૈક્ષણીક પ્રવેશ માટે જાતિ પ્રમાણપત્રો, માર્કશીટો, પદવી પ્રમાણપત્રોનો ગેરકાયદેસર મોટા પાયે વેપલો ચાલી રહ્યો છે છતાં રાજ્ય સરકાર અનેક જિલ્લામાંથી ફરિયાદો છતા નક્કર કામગીરી કરવાને બદલે ઢાંકપિછોડો કરી રહી છે. સરકારી ભરતીમાં મોટા પાયે ડમીકાંડ એ ભાજપ સરકારની આગવી સિધ્ધી છે.

Advertisement

ગુજરાતમા મિ. નટવરલાલ, નકલી અધિકારીઓ બેરોકટોક કરોડો રૂપિયાના હેરફેર કરે છતાં તંત્ર સબ સલામતના દાવા કરે છે આ ડમી – ડુપ્લીકેટોના ખેલ એક સંયોગ છે કે પ્રયોગ ? પ્રધાનમંત્રી કાર્યાલય  ના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી   સિક્યુરીટી, બુલેટપ્રુફ વાહનોથી પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી જનાર કિરણ પટેલને કોના આર્શિવાદ હતા ? પ્રધાનમંત્રી કાર્યાલય  ના ટેકનો સર્વેલન્સના અધિકારી તરીકે ઓળખ આપી મોટા પાયે કોન્ટ્રાક્ટ અપાવી મોટી રકમની હેરફેર કરનારને કોના આર્શિવાદ હતા ? પ્રધાનમંત્રી કાર્યાલયના સ્ટ્રેટેજી ડાયરેક્ટર તરીકે ઓળખ આપીને ખેલ રચનારને કોના આર્શિવાદ હતા ?

ભારત સરકારના નિતિ આયોગના અધિકારી તરીકે ઓળખ આપી બેંકો સાથે 500 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર સંદીપ શેરપુરીયાને કોના આર્શિવાદ હતા ? ઈન્કમટેક્ષના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપીંડી કરનાર પ્રિતેશ મિરજાને કોના આર્શિવાદ હતા ? સીબીઆઈના સોશ્યલ ઓફીસર તરીકે ઓળખ આપનાર રાજેશ મિશ્રાને કોના આર્શિવાદ હતા ? એન.આઈ.એ ના અધિકારી તરીકે ઓળખ આપનાર ગુંજન કાંતિયાને કોના આર્શિવાદ હતા ?

ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિરીતિ અને પોપાબાઈના રાજની જેમ નકલી / ડુપ્લીકેટોના બેરોકટોક વેપલા અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અન્ય યુનિવર્સિટીના પ્રમાણપત્રો, રાજ્યના નકલી અને ડુપ્લીકેટ બેંક એકાઉન્ટ, આધારકાર્ડ, રેશનકાર્ડ, મરણના પ્રમાણપત્રો, નકલી દસ્તાવેજો, નકલી ચલણી નોટો, નકલી સ્ટેમ્પ પેપરો, નકલી બિયારણ, ખાતર, જંતુનાશક દવા, ડુપ્લીકેટ ઈન્જેકશન, ડુપ્લીકેટ ઘી, તેલ, મસાલા, ખાદ્ય પદાર્થો સહિત અનેક રીતે કરોડો રૂપિયાનો ખેલ બેરોકટોક ચાલી રહ્યો છે. સમગ્ર વ્યવસ્થામાં ગામથી લઈ ગાંધીનગર અને શહેર થી લઈ સચિવાલય સુધી આ ભ્રષ્ટાચાર ના ખેલમાં ગુજરાતના હજારો નાગરિકો ભોગ બની રહ્યાં છે. છતાં ભાજપ સરકાર ભેદી મૌન ધારણ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.