Abtak Media Google News

નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન ઇન મેડિકલ સાયન્સ  દ્વારા આગામી વર્ષે લેવાનારી પીજી મેડિકલ નીટ સહિતની જુદી જુદી પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. જે પ્રમાણે આગામી વર્ષે પી.જી.નીટ 3 માર્ચે લેવામાં આવશે.દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં ચાલતાં એમ.ડી. અને માસ્ટર ઓફ ડેન્ટલ-એમડીએસ સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન દ્વારા એન્ટ્રન્ટ ટેસ્ટ એટલે કે પી.જી. નીટ લેવામાં આવતી હોય છે. બોર્ડ દ્વારા આગામી વર્ષે લેવાનારી પરીક્ષાઓ માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. જમાં નીટ પી.જી. આગામી વર્ષે 2 માર્ચે લેવાશે. આજ રીતે ડેન્ટલમાં પ્રવેશ માટે નીટ -એમડીએસ 9મી ફેબ્રુઆરીએ લેવામાં આવશે.

તારીખ અંગે કોઇ સુધારા-વધારા અથવા તો ફેરફાર હશે તે આગામી દિવસોમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે

આજ રીતે ફોરેન ડેન્ટલ સ્ક્રીનીંગ ટેસ્ટ આગામી 20મી જાન્યુઆરીએ લેવામાં આવશે. FMGE એકઝામ 20મી જાન્યુઆરીએ લેવાશે. ફોરેન ડેન્ટલ સ્ક્રીનીંગ ટેસ્ટ આગામી 16મી માર્ચે લેવાશે. ડીએનબી ફાઇનલ થિયરી 24,25,26 અને 27મી એપ્રિલના રોજ લેવામાં આવશે. ડીએનબી-પોસ્ટ ડિપ્લમા એકઝઆમ 19મી મેના રોજ લેવાશે. આજ રીતે ફોર્મેટીવ એસેસમેન્ટ ટેસ્ટ 9મી જૂન અને NBEMS ડિપ્લોમા ફાઇનલ એકઝામ 13,14 અને 15મી જૂન, એમ, ત્રણ દિવસ દરમિયાન લેવામાં આવશે. FMGE આગામી 30મી જૂનના રોજ લેવામાં આવશે.

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી જુદી જુદી પરીક્ષાઓની તારીખ સંભવિત છે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે. જોકે, ભૂતકાળમાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલી અનેક પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેના કારણે અગાઉથી સ્પષ્ટતાં કરવામાં આવી છે કે, આ તારીખ અંગે કોઇ સુધારા-વધારા અથવા તો ફેરફાર હશે તે આગામી દિવસોમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા કયારે યોજાશે તે અંગે અગાઉથી જાણકારી રહે તે માટે આ તારીખો જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.