Abtak Media Google News

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને 42 લાખનું વળતર ચૂકવવા હુકમ

નવાગામ પાસે રોંગ સાઈડમાં આવતા ડમ્પરે ઠોકરે લેતાં લતીપુરના યુવાનનું મોત નીપજ્યું’તું

ધ્રોલ તાલુકાના લતીપુર ગામના  યુવાનનું અકસમાતમાં મૃત્યુ થતા વળતર પેટે રૂપીયા 42 લાખ ચુકવવા હુકમ ફરમાવતી સ્પેશ્યલ એકસીડન્ટ કલેઈમ કોર્ટ હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ  ધ્રોલ તાલુકાના લતીપુર ગામે રહેતો મયુરભાઈ નામનો યુવાન રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપર કુવાડવા મુકામે મોટરસાઈકલ મુકવા જતા સમયે અકસ્માતમા મયુરભાઈ યોગેશભાઈ ચભાડીયાનુ મોત થતા તેમના વારસદાર દરજજે  યોગેશભાઈ રામજીભાઈ ચભાડીયા અને દિવાળીબેન યોગેશભાઈ ચભાડીયા, (રહે. ગામલાલપુર, લતીપુર, તા.ધ્રોલ) તેમના પુત્ર મયુરભાઈ યોગેશભાઈ ચભાડીયા ગત તા. 26/12/2019 ના રોજ સવારે 930 વાગ્યાના સુમારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર નવાગામ પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામે રોડ ઉપર પહોચતા સામેથી રોગ સાઈડમાં આવેલ ડમ્પર સાથે અથડાતા ગંભીર ઈજા થતા રાજકોટ હોસ્પીટલમા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ જેથી ગુજરાનારના પિતા તથા માતાએ વળતર મેળવવા સબબ અરજદારના વકીલ મારફત  અદાલતમાં વળતરનો કલેઈમ દાખલ કરેલ, જેમા અરજદારના વકિલ દ્વારા કરવામા આવેલ રજુઆતોને દયાને લઈ રાજકોટના એડીનલ સેસન્સ જજ એ વળતરના દાવા પેટે મરણજનારના વારસદાર તરીકે માતા-પિતાને રકમ રૂ.42 લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં અરજદાર વતી વકીલ તરીકે રાજકોટના  રમેશ યુ. પટેલ,  મુકતા.આર.પટેલ,  કેવિન.એમ. ભડેરી, રણજીત બી મકવાણા, એલ.બી.સાવલીયા અને હર્ષા ભંડેરી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.