Abtak Media Google News

ઉપપ્રમુખપદ માટે ભાજપના રિઘ્ધિબા, કોંગ્રેસના વેજીબેન વચ્ચે સ્પર્ધા

દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખપદે ભારતીબેન ડેર, ઉપપ્રમુખપદે હિરલબા વાઢેર બિનહરીફ ચૂંટાયા

દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખપદે ભાજપના રાજીબેન મોરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. ઉપપ્રમુખપદ માટે ભાજપના રિઘ્ધિબા જાડેજા અને કોંગ્રેસના વેજીબેન કરમુર વચ્ચે સ્પર્ધા છે.

દ્વારકા જિલ્લામાં વિવિધ પંચાયતોમાં તા.17ને બુધવારે પંચાયતોના હોદેદારો વિજેતા થવા સાથે લાંબા સમયના ઇત્તેજારનો અંત આવશે. સૌપ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના જિલ્લા કુલ રર સભ્યો પૈકી ભાજપે પાસે 1ર તથા કોંગ્રેસ પાસે દર સભ્યો છે. પ્રમુખપદ અનુસુચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવ્યું છે જેથી આ જાતીના એકમાત્ર ઉમેદવાર ભાજપના રાજીબેન મોટી પ્રમુખપદ માટે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. જયારે ઉપપ્રમુખ માટે બે ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં ભાજપ તરફથી રિઘ્ધિબા જાડેજા તથા કોંગ્રેસ તરફથી વેજીબેન કરમરના ફોર્મ ભરાયા છે.

જયારે જિલ્લાની ચાર તાલુકા પંચાયતની સ્થિતિ જોતા દ્વારકા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભારતીબેન ડેર તથા ઉપપ્રમુખ તરીકે હિરલબા વાઢેરને બિન હરિફ જાહેર કરવામાં આવ્યા છે.

જયારે ખંભાલીયા- ભાણવડ તથા કલ્યાણપુર તા. પંચાયતમાં ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારોએ નોંધાવેલ ઉમેદવાર ઉ5ર ચુંટણી થશે જે પૈકી ખંભાલીયા તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ હોય જેમ)ં પ્રમુખ માટે રામદેભાઇ કરમુર ઉપપ્રમુખ માટે વિરેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસ વતી યોગયેશભાઇ નંદાણીયા ઉપપ્રમુખ માટે રંભીબેન હઢિડયલા વચ્ચે વિજેતા ઉમેદવાર જાહેર થશે.

ભાણવડમાં કોંગ્રેસની બહુમતિ છે પ્રમુખ માટે કોંગ્રેસ વતી માલદેભાઇ રાવલીયા, ઉપપ્રમુખ માટે રસીકભાઇ ચૌહાણ તથા ભાજપ વતી પ્રમુખ માટે વિરાભાઇ કરમુર ઉપપ્રમુખ માટે મારખભાઇ પીપરોતર વચ્ચે થનાર ચુંટણીમાં વિજેતા ઉમેદવાર જાહેર થશે.

કલ્યાણપુર તાલુકામાં થોડી વિચિત્રતા સર્જાવાની દહેશત છે. જેમાં ભાજપ વતી જીવીબેન ગાધેર  તથા ઉપપ્રમુખ માટે ગોમતીબેન ચોપડા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.

કોંગ્રેસ વતી પ્રમુખ માટે સંતોકબેન સોનગરા ઉપપ્રમુખ માટે જીવીબેન કણઝરીયાએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં ભાજપ કોંગ્રેસ, કરમકશ સ્થિતિમાં છે. પરંતુ કોંગ્રેસના સભ્યો ભાજપના સંપર્કમાં હોય રસાકસી ભર્યા આપેલમાં ભાજપ બાજી મારી જાય તેવા સંજોગો દેખાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.