Abtak Media Google News

મે માસમાં કાળઝાળ ગરમીથી  બચવા

દેવસ્થાન સમિતિ દ્વારા મંદિર પરિસરમાં વિશાળ ડોમ ઉભો કરાયો: ચૈત્રી અમાવસ્યાએ ભાવિકોએ ગોમતી સ્નાન સાથે દાન પૂણ્ય કરી ધન્યતા અનુભવી

મે મહિનાની કાળઝાળ ગરમી દેશભરમાં પ્રકોપ મચાવી રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલતા વેકેશનના સમયગાળામાં યાત્રીકોની સવિશેષ ભીડ રહેતી હોય યાત્રીકોને કાળઝાળ ગરમીમાં ધોમધખતા તાપથી રક્ષણ આપવા જગતમંદિરના પરિસરમાં દેવસ્થાન સમિતિ દ્વારા વિશાળ ડોમ મોક્ષ દ્વાર તરફ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત નિજમંદિરમાં પ્રવેશ બાદ ફલોરીંગ પર લાલ જાજમ તથા નેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જગતમંદિરમાં જે રીતે મોક્ષ દ્વાર તરફ સુવિધા કરવામાં આવી છે તેવી જ રીતે સ્વર્ગ દ્વાર તરફ પણ યાત્રીકોનો ઘસારો રહેતો હોય ગરમીથી બચવા અને યાત્રીકોની સુખાકારી માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે અપેક્ષિત છે. ધાર્મિક કાર્યો, પ્રભુસ્મરણ, સંકીર્તન ઉપરાંત દાન-પુણ્ય માટે પાવનકારી ગણાતા ચૈત્ર માસનું આજે સમાપન થયેલ છે. આજે ચૈત્રી અમાવસ્યાના પાવન અવસરે ધર્મનગરી દ્વારકામાં વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને દ્વારકાની પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ જુકાવી ભારે ધન્યતા અનુભવી હતી. અમાવસ્યાના અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં વહેલી સવારે મંગલા આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી

Advertisement

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.