Abtak Media Google News

એક જ વર્ષમાં ૩૦૦થી વધારે જરૂરીયાતમંદોને નિ:શુલ્ક મેડિકલ સાધનોની સહાય

દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લગભગ એકાદ વર્ષ પહેલા ઓખા મંડળના ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરીવારોને અનોખી સહાય કરવાના શુભ હેતુ સાથે શરૂ કરેલ મેડિકલ સાધનોની નિ:શુલ્ક સહાયને એક જ વર્ષમાં ખુબ જ સારો પ્રતિસાદ ઓખા મંડળવાસીઓ તરફથી મળ્યો છે.

સમગ્ર વર્ષ દરમ્યાન લગભગ ૩૦૦ જેટલા લાભાર્થીઓએ સંસ્થા દ્વારા આપવામાં આવતી નિ:શુલ્ક મેડિકલ સહાયનો લાભ લીધો છે. દ્વારકા ઉપરાંત સુરજકરાડી તેમજ ઓખા ખાતે પણ સંસ્થાના જ પેટા કેન્દ્રો દ્વારા દ્વારકા ઉપરાંત મીઠાપુર-સુરજકરાડી-ઓખા-આરંભડા તેમજ સમસ્ત ઓખા મંડળના જરૂરીયાતમંદ પરીવારોને મોંઘીદાટ મેડિકલ ટ્રીટમેન્ટના ભાગરૂપે વાપર વપરાશ માટે લેવાતા આવા સાધનો વસાવવું પોસાય તેમ ન હોય તેમના માટે આ સહાય આશીર્વાદ સમાન થઈ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.