Abtak Media Google News

રાજકોટમાં 1.8 અને અમરેલીમાં 1ની તિવ્રતાનો આંચકો આવ્યો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે રાતે રાજકોટ અને અમરેલીની ધરા ફરી એકવાર ધ્રુજી છે. રાજકોટમાં 1.8 અને અમરેલીમાં 1ની તીવ્રતાનો આંચકો આવ્યો છે.

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે રાતે 8:46 કલાકે રાજકોટથી 27 કિમી દૂર 1.8ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 8:54 કલાકે અમરેલીથી 45 કિમિ દૂર 1ની તિવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

જો કે વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આવા નાના મોટા આંચકા આવ્યા જ કરશે જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાથી કોઈ જાન હાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.